Telegram એપના CEO પાવેલ દુરોવની ફ્રાન્સમાં ધરપકડ
Telegram CEO Arrested: ટેલિગ્રામ મેસેજિંગ એપના અબજોપતિ સ્થાપક અને સીઇઓ પાવેલ દુરોવની ગઈ કાલે સાંજે પેરિસની બહાર બોર્જેટ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. એક માહિતી પ્રમાણે દુરોવ પોતાના પ્રાઈવેટ જેટમાં અઝરબૈજાન જઈ રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ તપાસના ભાગરૂપે ધરપકડ વોરંટ બાદ તેની ધરપકડ કરાઈ છે.
પોલીસે આપી માહિતી
ફ્રાન્સ પોલીસ ટેલિગ્રામ પર કન્ટેન્ટ મોડરેટરના અભાવની તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે મોડરેટરના અભાવને કારણે મેસેજિંગ એપ્લિકેશન પર ક્રિમિનલ એક્ટિવિઝમે અવરોધ વિના ચાલુ રાખવાની મંજૂરી અપાઈ હતી. આ મામલામાં સીઇઓ દુરોવ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ટેલિગ્રામ ફેસબુક, યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટિકટોક પછી સૌથી પ્રખ્યાત સોશિયલ મીડિયા એપ છે.
આ પણ વાંચો: લોન્ચ પહેલા જ iPhone 16ની કિંમત થઈ ગઈ લીક
આતંકવાદી સંગઠનોની પહેલી પસંદ ટેલિગ્રામ
એક અહેવાલમાં આપેલી માહિતી અનુસાર ISISએ 2015ના પેરિસ હુમલા માટે પોતાનો સંદેશ આપવા માટે ટેલિગ્રામનો ઉપયોગ કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોવેલે આ વિશે જવાબ આપતા કહ્યું કે ‘મને લાગે છે કે આતંકવાદ જેવી ખરાબ ઘટનાઓના ડર કરતાં ગોપનીયતાનો અધિકાર વધુ મહત્ત્વપૂર્ણ હોય છે.’ તમને જણાવી દઈએ કે રશિયન સરકાર પણ તેનો ઉપયોગ તેમના સમાચાર શેર કરવા માટે કરી રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.