ટેક્નોલોજીથી સુસજ્જ ‘આઈ-ખેડૂત 2.0 પોર્ટલ’નો કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે શુભારંભ

ગાંધીનગર: કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે આજરોજ અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ “આઈ-ખેડૂત 2.0 પોર્ટલ”નો શુભારંભ કરવામાં આવ્યું છે. આઈ-ખેડૂત 2.0 પોર્ટલ નવીન ટેક્નોલોજીના સહારે હવે વધુ સુવિધાયુક્ત, સરળ અને પારદર્શી બન્યું છે.
કૃષિ વિભાગના વિવિધ 95 ઘટકો માટે અરજી મેળવવા નવીન પોર્ટલ આગામી 15 મે (22 દિવસ) સુધી ખુલ્લું મૂકાયું છે. વર્ષ 2014થી અત્યાર સુધીમાં 41 લાખથી વધુ ખેડૂતોએ કુલ રૂ. 7,670 કરોડથી વધુના યોજનાકીય લાભો આઈ-ખેડૂત પોર્ટલ મારફત મેળવ્યા છે.