UPના CM યોગી આદિત્યનાથના વિમાનમાં ટેકનિકલ ખામી, આગ્રામાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું

UP CM Yogi: ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથના વિમાનને આજે ટેક્નિકલ સમસ્યાના કારણે ઉડાન ભર્યાના થોડા સમય બાદ આગ્રા એરપોર્ટ પર પરત ફરવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ, સીએમ યોગીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ કારણે વિમાનને આગ્રામાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. સીએમ યોગીને બીજા વિમાન દ્વારા આગ્રાથી લખનઉ જવા રવાના થયા.