July 7, 2024

Team India New Jersey: શું તમે ટીમ ઈન્ડિયાની ચેમ્પિયન જર્સી જોઈ છે?

Team India New Jersey: ભારતીય ટીમ પીએમ નરેન્દ્ર મોદીને મળવા માટે હોટલથી નીકળી હતી ત્યારે તમામ ખેલાડીઓ નવી જર્સીમાં જોવા મળ્યા હતા. આ ખાસ ઉજવણી માટે BCCI દ્વારા ખાસ બનાવવામાં આવી હતી. જર્સીની તસવીર ટીમના વિકેટકીપર સંજુ સેમસને ઈન્સ્ટાગ્રામ પર સ્ટેટસ તરીકે પોસ્ટ કરી હતી.

જર્સીમાં કરવામાં આવ્યો ફેરફાર
સંજુ સેમસને ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં જોઈ શકાય છે કે નવી જર્સીમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. નવી જર્સીમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. BCCI લોગોની ઉપર બીજો સ્ટાર છે, જે ભારતની બીજી T20 વર્લ્ડ કપ જીતનું પ્રતીક છે. ભારતીય ટીમ ગુરુવારે વહેલી સવારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચી હતી. ટીમ ઈન્ડિયાન માટે ભારત લઈ આવવા માટે ખાસ ચાર્ટર્ડ એર ઈન્ડિયા ફ્લાઈટની વ્યવસ્થા કરી હતી.

આ પણ વાંચો: Team Indiaની ઉજવણીમાં મફતમાં એન્ટ્રી લેવી હોય તો બસ કરો આ કામ

વાનખેડે સ્ટેડિયમમાં ફ્રી એન્ટ્રી
આ ઉજવણી માટે કોઈ ટિકિટ નહીં હોય તેને તમે મફતમાં જઈને પણ માણી શકો છો. મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમારે સાંજે 6 વાગ્યા પહેલા સ્ટેડિયમમાં પ્રવેશ કરવો પડશે. જો તમે 6 વાગ્યા પછી જશો તો દરવાજા બંધ થઈ જશે. વાનખેડે સ્ટેડિયમની ક્ષમતા 50 હજાર છે. ઉજવણીને ધ્યાનમાં રાખીને અંદાજ છે કે આજે આ સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ જશે. દિલ્હીથી લઈને મુંબઈ સુધી આજે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.