NewsCapital Reality Check: વ્યારાની સિવિલ હોસ્પિટલનું તંત્ર લથડ્યું! દર્દીઓને ભારે અગવડતા

દિપેશ મજલપુરીયા, તાપીઃ જિલ્લાની જીવાદોરી સમાન વ્યારા સ્થિત સિવિલ હોસ્પિટલની કામગીરી ધીમે ધીમે થાળે જતી હોય તેવું લાગી રહ્યું છે. ન્યૂઝ કેપિટલ દ્વારા વ્યારા સિવિલ હોસ્પિટલની લીધેલી મુલાકાતમાં કેટલીક ત્રુટીઓ નજરે ચઢી હતી, જેનો સીધો ભોગ અહીં આવતા દર્દીઓ બની રહ્યા છે.
સરકાર દ્વારા જરૂરિયાતમંદોને સારી આરોગ્યની સુવિધા મળી રહે તે માટે અનેકવિધ લોક કલ્યાણકારી આરોગ્યની યોજનાઓ બહાર પાડે છે, જેથી જરૂરિયાતમંદોને સગવડતા રહે, પરંતુ કેટલીકવાર સરકારના આ પ્રયત્નો સરકારી બાબુઓની નિરસતાને લઈ સાર્થક થતા નથી.
આ પણ વાંચોઃ સુરતની સ્મીમેર હોસ્પિટલમાં જન ઔષધી કેન્દ્ર હોવા છતાં દર્દીઓ ખાનગી મેડકલ સ્ટોરમાંથી દવા લેવા મજબૂર
આવું જ કંઈક તાપી જિલ્લાના વ્યારા સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યું હતું, જ્યાં એક્સરે રૂમમાં જરૂરી સુવિધા ન જોવાથી અહીં આવતા દર્દીઓએ ભારે અગવડતા ભોગવવાનો વારો આવી રહ્યો છે.