સોનગઢના ઉકાઈમાં ઈસાઈ પ્રચારકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

દિપેશ મજલપુરીયા, તાપી: જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ ખાતે ઈસાઈ સમુદાયના પ્રચારકો જાહેરમાં ધર્મનો પ્રચાર કરતા વિવાદ સર્જાયો છે. જેમાં પ્રચારકોને અટકાવી સ્થાનિક લોકો દ્વારા ઉઘડો લેવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિક આગેવાનો અને ઈસાઈ સમુદાયના આગેવાનો દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
તાપી જિલ્લાના સોનગઢ નગરમાં અગાઉ ઈસાઈ ધર્મનો જાહેરમાં પ્રચાર કરતા કેટલાક પ્રચારકો નજરે પડતા સ્થાનિકો દ્વારા અટકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરી અંદાજે 5 મહિના બાદ ઉકાઈ ખાતે જાહેરમાં ઈસાઈ ધર્મનો પ્રચાર કરી ઘરે ઘરે પેમ્પલેટ આપતા સ્થાનિકો દ્વારા અટકાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ પ્રચારકોનો ઉઘડો લેવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ બનાવને લઈ સ્થાનિક તંત્રનું પણ સૂચક મૌન રહેતા સ્થાનિકો દ્વારા કાર્યવાહી કરવામાં આવે એવી માગ કરવામાં આવી છે. આ સાથે ઈસાઈ સમુદાયના સ્થાનિક આગેવાનો દ્વારા સમગ્ર મામલે પ્રતિક્રિયા આપવામાં આવી હતી.