મોરારિબાપુએ શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયાને આપ્યો પત્ર અને કરી ટકોર, જાણો શું કહ્યું…

તાપીઃ કથાકાર મોરારિબાપુની કથા હાલ તાપીમાં ચાલી રહી છે. ત્યારે વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ શિક્ષણ મંત્રીને એક પત્ર આપ્યો છે. શિક્ષક દ્વારા આપવામાં આવેલો પત્ર મોરારિબાપુએ પ્રફૂલ પાનસેરિયાને આપ્યો છે.

આ પત્ર આપતા મોરારિબાપુએ શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયાને ટકોર કરી હતી કે, વધારે ઊંડાણપૂર્વક દર્શનની જરૂર છે, ચિંતનની જરૂર છે અને પગલાં લેવાની જરૂર છે.

આ ઉપરાંત બાપુએ શિક્ષણમંત્રીની હાજરીમાં વ્યાસપીઠ પરથી કહ્યુ હતુ કે, દરેક શાળામાં ગીતા જયંતિ ઉજવવામાં આવે એ સારી બાબત છે, પણ તકલીફ એ થાય છે કે 70 ટકા શિક્ષકોમાંથી 75 ટકા શિક્ષકો ઈસાઈ છે એટલે આ કંઈ થવા દેતા નથી. પગાર સરકારનો ખાય છે અને ધર્માંતરણ કરાવે છે. ત્યારે મારે અને તમારે બધાએ જાગૃત થવાની જરૂર છે. ભાગવત ગીતાના પાઠ અહીં વહેંચવામાં નથી આવતા.