July 2, 2024

IPL પછી તરત જ T20 WC રમવું ભારત માટે ખરાબ, ત્રણ વખત આવું બન્યું

T20 World Cup 2024: આઈપીએલ પછી તરત જ T20 World Cup 2024 આવી રહ્યો છે. ત્યારે તમને જણાવી દઈએ કે આવું ત્રણ વખત બન્યું છે કે IPL પછી તરત જ T20 વર્લ્ડ કપ રમાયો હતો ત્યારે ભારતની ટીમ સેમિફાઇનલમાં પણ પહોંચી ના હતી.

સફર આસાન રહેવાની નથી
હવે T20 વર્લ્ડ કપ 2024 શરૂ થવાને હવે કલાકો બાકી રહી છે. તમામ ટીમ અત્યારે T20 World Cup 2024 માટે તૈયાર છે. મહત્વની વાત એ છે કે આ આ સૌથી મોટો T20 વર્લ્ડ કપ છે. કારણ કે આ વખતે 20 ટીમ ભાગ લઈ રહી છે. જેના કારણે કોઈ પણ ટીમ માટે અને ખાસ કરીને ભારતની ટીમ માટે સફર આસાન નથી. રોહિત શર્માની કપ્તાની હેઠળ આ વખતે ટીમ T20 World Cup 2024 જીતવાનો પ્રયાસ કરશે. ખાસ વાત એ છે કે આઈપીએલ પછી તરત T20 World Cup 2024 રમશે. પરંતુ આવુ જેટલી વાર પણ થયું તેટલી વાર ભારતની ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું છે.

IPL પછી તરત જ T20 વર્લ્ડ કપમાં ભારત
વર્ષ 2009માં, ભારત IPLના 12 દિવસ પછી T20 વર્લ્ડ કપ રમ્યું હતું. જેમાં સુપર આઠ રાઉન્ડમાંથી જ ટીમ બહાર થઈ ગઈ હતી. વર્ષ 2010માં IPL સમાપ્ત થયાના પાંચ દિવસ પછી વલ્ડ કપ રમવામાં આવ્યો હતો. જે સમયે પણ સુપર આઠ રાઉન્ડમાંથી ટીમ બહાર થઈ ગઈ હતી. વર્ષ 2021ની વાત કરવામાં આવે તો IPL સમાપ્ત થયાના આઠ દિવસ પછી T20 વર્લ્ડ કપ રમવા આવી હતી અને ગ્રુપ સ્ટેજ પણ પાર કરી શકી નહોતી. આ વખતે પણ આઈપીલ પુરી થતાની સાથે વર્લ્ડ કપ રમાવાનો છે. જેના કારણે આ વખતે પણ સંયોગ પ્રમાણે ભારતની ટીમને હારવાના સંકેત વધારે છે.