June 24, 2024

આ ખેલાડીએ T20 વર્લ્ડ કપની વચ્ચે લીધી નિવૃત્તિ

Namibia Cricket Team: ઈંગ્લેન્ડ સામે વરસાદથી પ્રભાવિત મેચમાં નામિબિયાની ટીમને 41 રનથી હારવાનો વારો આવ્યો હતો. નામિબિયાની T20 વર્લ્ડ કપ 2024માં સફર સમાપ્ત થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 4 મેચ રમી છે જેમાંથી 1 જ મેચ તેણે જીતી છે. જેના કારણે નામિબિયાની ટીમ સુપર-8માં પહોંચી શકી નથી. આ વચ્ચે નામિબિયાના સ્ટાર ખેલાડી ડેવિડ વાઈસે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી.

આ પણ વાંચો: ટેસ્ટ ક્રિકેટમાં પિતા-પુત્રની જોડીએ માઈલસ્ટોન બનાવ્યાં, રેકોર્ડ બુક પણ સાક્ષી

નામિબિયાના કેપ્ટને કહી આ વાત
ડેવિસ વિઝ નામિબિયાના કેપ્ટન ગેરહાર્ડ ઇરાસ્મસે કહ્યું કે તે ખોલવા માંગતો નથી. પરંતુ તેની આ છેલ્લી મેચ છે. તેને બેટિંગ કરતા જોઈને સારું લાગે છે. અમે મેદાનની બહાર પણ એમની ઘણું શીખ્યા છીએ. તેણે ડેવિડ વીસે 12 બોલમાં 27 રન બનાવ્યા હતા. જેમાં તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તેણે વનડેમાં પણ અડધી સદી ફટકારી છે. તમને જણાવી દઈએ કે 39 વર્ષીય ડેવિડ વિઝ IPLમાં RCB અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો પણ ભાગ રહી ચૂક્યા છે. આઈપીએલમાં કુલ 15 મેચ રમી છે જેમાંથી 127 રન બનાવ્યા હતા.

સારું પ્રદર્શન રહ્યું નથી
T20 વર્લ્ડ કપ 2024માં નામિબિયાએ માત્ર એક જ મેચ જીતી છે. પરંતુ તે પછી તેને સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. નામિબિયાની ટીમ ટી20 વર્લ્ડ કપ 2024માં સારું પ્રદર્શન રહ્યું નથી. નામિબિયાને સ્કોટલેન્ડે પાંચ વિકેટે, ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે અને ઈંગ્લેન્ડને 41 રનથી હરાવ્યું હતું.