June 30, 2024

T20 World Cup 2024 Semi Final: ભારત ફાઇનલમાં પહોંચ્યું; ઇંગ્લેન્ડ પહેલીવાર સેમિફાઇનલ હાર્યું

અમદાવાદઃ T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચ ગુયાનામાં રમવામાં આવી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ 2022 T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં મળેલી હારનો બદલો લઈ લીધો છે. આ સેમિફાઇનલમાં ભારતે ઈંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. તેમજ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયો હતો. હવે ભારત શનિવારે ટાઈટલ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.

T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ભારતનો રેકોર્ડ
T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ પાંચમી સેમિફાઇનલ હતી. આ પહેલાં ચાર સેમિફાઇનલમાંથી ટીમ ઈન્ડિયાએ બેમાં જીત મેળવી હતી અને બેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતને છેલ્લી બે T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં 2016માં વેસ્ટ ઈન્ડિઝ સામે અને 2022માં ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ બંને સેમિફાઇનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી હતી. જો કે, 2016માં વિન્ડીઝ અને 2022માં ઈંગ્લેન્ડે તેનો સરળતાથી પીછો કર્યો હતો. આ સિવાય 2007 અને 2014માં ભારતીય ટીમ સેમીફાઈનલ મેચ જીતવામાં સફળ રહી હતી.

2007માં ભારતે ઓસ્ટ્રેલિયા સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. જ્યારે 2014માં ભારતે ટોસ હાર્યો હતો અને ટીમ ઈન્ડિયાએ પાછળથી બેટિંગ કરી હતી. હવે ભારતે પ્રથમ બેટિંગ કરીને ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી દીધી છે. ભારતે 2021થી 2023 દરમિયાન ICC ટૂર્નામેન્ટમાં પાંચ મેચ ગુમાવી હતી અને તે તમામમાં પ્રથમ બેટિંગ કરી હતી. જેમાં 2021 T20 વર્લ્ડ કપ, 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, 2022 T20 વર્લ્ડ કપ સેમિફાઈનલ, 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને 2023 ODI વર્લ્ડ કપ ફાઈનલમાં પાકિસ્તાન સામેની મેચનો સમાવેશ થાય છે.

T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડનો રેકોર્ડ
ઇંગ્લેન્ડે પાંચ T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચ રમી છે. તેમાંથી ચાર વખત તેણે બીજી બેટિંગ પસંદ કરી છે અને એક વખત તેણે પહેલા બેટિંગ કરી છે. ઈંગ્લેન્ડે 2024 પહેલા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ત્રણ વખત જગ્યા બનાવી હતી અને 100 ટકા મેચ જીતી હતી, એટલે કે ત્રણેય મેચ. જો કે, આ વખતે તેમની ચાલ બેકફાયર થઈ અને ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. તેની ત્રણમાંથી બે ફાઇનલ ઇંગ્લેન્ડે જીતી હતી. ઇંગ્લેન્ડે ચેઝ કરતી વખતે 2010 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં શ્રીલંકા સામે, 2016માં ન્યૂઝિલેન્ડ સામે અને 2022માં ભારત સામે જીત મેળવી હતી. ત્યારે 2021 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં, ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ બેટિંગ કરી અને હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ 2010 અને 2022માં ચેમ્પિયન બની હતી.