June 28, 2024

T20 World Cup 2024 Points Table: સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયા પહોંચશે તો કોની સાથે થશે સામનો?

T20 WC 2024: દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડે આ વર્ષના T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પોતાની જગ્યા બનાવી દીધી છે. જોકે વેસ્ટ ઈન્ડિઝને બહાર થવું પડ્યું છે. T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલ માટે બે ટીમોના નામ નક્કી કરી દેવાયા છે. સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડએ ગ્રુપ Bમાંથી પોતાની સીટ કન્ફર્મ કરી લીધી છે. પણ હજુ એ નક્કી થયું નથી કે Aમાંથી કઈ બે ટીમો છેલ્લા 4માં પોતાનું સ્થાન સુરક્ષિત કરશે. જોકે ટીમ ભારત સેમફાઈનલમાં પહોંચે તેવી પૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે. ત્યારે સવાલ એ પણ છે કે ભારત જો સેમીફાઈનલમાં પહોંચી જશે તો તેમનો સામનો કોની સાથે થશે.

સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો
આઈસીસી વર્લ્ડ કપ સીઝન હવે તેના છેલ્લા તબક્કા પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે સાઉથ આફ્રિકાએ યજમાન વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા સેમિફાઈનલમાં પહોંચી ગયા છે. ગ્રુપ બીમાંથી બે ટીમોના નામ નક્કી થઈ ગયા છે. બાંગ્લાદેશ ગ્રુપ Aમાંથી બહાર થઈ ગયું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા ઉપરાંત અફઘાનિસ્તાનની ટીમ પણ આ માટે દાવેદાર છે.

આ પણ વાંચો: આજે ઓસ્ટ્રેલિયા માટે અસ્તિત્વની તો ભારત માટે બદલાની ‘લડાઈ’

આજે ટકરાશે
જો ભારતીય ટીમ આજે ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન જીતવામાં સફળ રહેશે તો તેની સેમફાઈનલમાં ટિકિટ ફાઈનલ થઈ જશે. ભારતની ટીમની જીત સાથે એ પણ ફાઈનલ થઈ જશે કે ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે. હાલની જો વાત કરવામાં આવે તો દક્ષિણ આફ્રિકા તેના ગ્રુપમાં ટોચ પર છે. જેનું કારણ એ છે કે ટીમ 3 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. વર્ષ 2022ની સેમીફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. ફરી એક વખત સેમીફાઈલમાં આ વખતે મુકાબલો થઈ શકે છે.