June 30, 2024

T20 World Cup 2024: બાંગ્લાદેશને હરાવી અફઘાનિસ્તાન પ્રથમ વખત સેમિફાઇનલમાં

Afghanistan Cricket Team: બાંગ્લાદેશને હરાવી અફઘાનિસ્તાન પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. વરસાદથી પ્રભાવિત મેચમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હાર આપી છે. અફઘાનિસ્તાનના બોલરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ડકવર્થ લુઈસ નિયમના કારણે બાંગ્લાદેશને જીતવા માટે 114 રનનો ટાર્ગેટ મળ્યો હતો હતો. જેમાં બાંગ્લાદેશની ટીમ 105 રન જ બનાવી શકી હતી. જે બાદ ઓસ્ટ્રેલિયન ટીમ ટી20 વર્લ્ડ કપ 2024નું ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે વર્ષ T20 વર્લ્ડ કપ 2021નો ખિતાબ જીત્યો હતો.

ટકી શક્યા ન હતા
બાંગ્લાદેશ તરફથી લિટન દાસે મેચમાં સારી બેટિંગ કરતા જોવા મળ્યા હતા. જોકે બીજા બેટ્સમેનો કંઈ ખાસ પ્રદર્શન કરી શકયા ના હતા. તમને જણાવી દઈએ કે લિટસ દાસે 41 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. નવીન ઉલ હકે ચાર વિકેટ લેતા તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. આ સાથે ફઝલહક ફારૂકી અને ગુલબદ્દીન નાયબે 1-1 વિકેટ લીધી હતી. આ મેચ દરમિયાન અફઘાનિસ્તાન માટે રાશિદ ખાન સૌથી મોટો હીરો સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 23 રન આપીને 4 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: World Cupની સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો કઈ ટીમ સાથે થશે?

સૌથી વધુ રન બનાવ્યા હતા
અફઘાન ટીમમાંથી રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમે ખૂબ જ ધીમી શરૂઆત કરી હતી. ગુરબાઝની વાત કરવામાં આવે તો તેણે 55 બોલમાં 43 રન બનાવ્યા હતા. ઝદરની વાત કરવામાં આવે તો 29 બોલમાં 18 રન બનાવ્યા હતા. કેપ્ટન રાશિદનું પણ સારૂં પ્રદર્શન જોવા મળ્યું હતું. તેઓના કારણે જ તેની ટીમને 100 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. તેણે 10 બોલમાં 19 રન બનાવ્યા હતા. જેમાં 3 છગ્ગા માર્યા હતા.