News 360
Breaking News

મીઠાઈ ખાવાનો સાચો સમય કયો છે?

Health News: આજના સમયમાં મોટા ભાગના લોકોની શુગરની સમસ્યા હોય છે. એક સમય હતો જ્યારે લોકો ખુબ મીઠાઈઓ ખાતા હતા. એટલી બધી મીઠાઈઓ ખાવા છતાં તે સમયના લોકોને મીઠાઈથી કોઈ નુકશાન થતું નથી. પરંતુ તેનું પણ કંઈ કારણ હશે. આવો જાણીએ કે કયા સમયે મીઠાઈ ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

નિષ્ણાતોના મતે
જો તમે આજના સમયમાં જો તમે વધારે ખાંડનું સેવન કરો છો તો ડાયાબિટીસનું કારણ છે. જો કે નિષ્ણાતોના મતે જો તમે દિવસના આ સમયે મર્યાદિત માત્રામાં ખાંડ કે તેનાથી બનેલો ખોરાક ખાશો તો તેનાથી શરીરને કોઈ નુકસાન થશે નહીં. ખાંડના વધુ પડતા સેવનથી સ્થૂળતા વધી શકે છે. જોકે ડોકટરોના મતે ખાંડ દરેક વ્યક્તિને નુકસાન કરતી નથી. વધુ પડતી ખાંડ ખાવાથી શરીરમાં કેલરી વધે છે, પરંતુ તે પ્રમાણે કેલરી બર્ન થતી નથી. જેના કારણએ ચરબીનું પ્રમાણ વધી શકે છે. ત્યાર બાદ સ્થૂળતા અનેક રોગોનું કારણ બને છે.

મીઠાઈ ક્યારે ન ખાવી
એન્ડોક્રોનોલોજિસ્ટના મતે પેસ્ટ્રી, ચા, ફળ, અને બ્રેડસ નાસ્તામાં લેતા હોય છે. જેનાથી શુગર લેવલ વધી જાય છે. તમને જણાવી દઈએ કે મીઠાઈઓ કાર્બોહાઈડ્રેટ્સ વધારે છે, તેથી સવારે મીઠાઈ ન ખાવી જોઈએ. આમ કરવાથી શરીરમાં કાર્બોહાઈડ્રેટનું સ્તર વધી શકે છે. જે અનેક રોગનું કારણ બની શકે છે. આવી સ્થિતીમાં સવારે જેમ બને તેમ મીઠાઈ ખાવી જોઈએ નહીં. બપોરના સમયમાં મીઠાઈ ખાવાનો આ શ્રેષ્ઠ સમય છે. કારણ કે ચયાપચય વધુ સક્રિય હોય છે. આ સાથે જે વ્યક્તિ સાંજે વર્કઆઉટ કરે તો બપોરના ભોજનમાં ખાંડનું સેવન કરી શકે છે. જોકે મહત્વની વાત એ છે કે મીઠાઈ હંમેશા માત્રામાં ખાવી જોઈએ. બાકી તમે આગળ જઈને ડાયાબિટીસના પેશન્ટ બની શકો છો.

આ પણ વાંચો: સોમવાર-સ્નેહના બંધનના દિવસે ઉપવાસ નહીં તૂટે, બનાવો પેટ ભરાઈ જાય એવી વાનગી

સવારે મીઠાઈ ખાવાના ગેરફાયદાઃ સવારની શરૂઆત ક્યારેય મીઠી વસ્તુઓથી ન કરવી જોઈએ. ફાઈબર, પ્રોટીન અને વિટામિન્સ જેવા પોષક તત્ત્વો મીઠી વસ્તુઓમાં ભાગ્યે જ જોવા મળે છે. સવારે મીઠાઈ ખાવાથી શુગર લેવલ ઝડપથી વધી શકે છે. સવારે મીઠાઈ ખાવાથી તમને ઘણું નુકસાન થઈ શકે છે.

રાત્રે મીઠાઈ ખાવાના ગેરફાયદાઃ મોડી રાત્રે આઈસ્ક્રીમ અને મીઠાઈ ખાવાથી ઝડપથી મેદસ્વીતા વધી શકે છે. બ્લડ શુગર લેવલ પણ તમારું વધી શકે છે. શુગર વધવાને કારણે વ્યક્તિએ ચિંતા, મૂડ સ્વિંગ, અનિદ્રા, પાચન સંબંધી સમસ્યાઓ અને માથાનો દુખાવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે રાતના સમયે તમારે મીઠાઈ ખાવાનું ટાળવું જોઈએ.