September 25, 2024

‘સેકસ અમારું કોમન ફેક્ટર હતું, એટલે અમે નજીક આવ્યા’, સ્વરા ભાસ્કરના પતિએ કર્યા ખુલાસા

Swara Bhasker – Fahad Ahmad Wedding Secrets: બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અને સપા નેતા ફહાદ અહેમદે સિક્રેટ વેડિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા. બંનેએ ગયા વર્ષે લગ્ન કરી લીધા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો ચોંકી ગયા હતા. જોકે, અલગ ધર્મમાં લગ્ન કરવાને લીધે લોકોએ સ્વરાને ઘણી ટ્રોલ કરી હતી. જણાવી દઈએ કે અભિનેત્રીના પતિ ફહાદ અહેમદ સપાના નેતા છે અને હવે આ કપલ એક પુત્રીના માતા-પિતા બની ગયા છે. આ દરમિયાન બંનેએ પોતાના લગ્ન વિશે ખુલીને વાત કરી હતી. તેણે એ પણ જણાવ્યું કે અલગ ધર્મમાં લગ્ન કરવા તેના માટે કેટલી પડકારરૂપ સાબિત થઈ?

સ્વરાએ લગ્નને લઈને કરી ખૂલીને વાત
જણાવી દઈએ કે સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે તાજેતરમાં જ અભિનેત્રી અને આરજે અમૃતા રાવના પોડકાસ્ટ ‘કપલ ઓફ થિંગ્સ’ માટે એક ઈન્ટરવ્યુ આપ્યો હતો જ્યાં તેઓએ તેમના લગ્ન વિશે વાત કરી હતી. ઈન્ટરવ્યુ દરમિયાન સ્વરા ભાસ્કરે જણાવ્યું કે જ્યારે તેણે ફહાદ અહેમદ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે તેના મનમાં એક જ ડર હતો કે જો તે ફહાદ સાથે લગ્ન કરશે તો કદાચ બોલિવૂડ પાર્ટી તેનો બહિષ્કાર કરશે.

અભિનેત્રી સ્વરા ભાસ્કરે કહ્યું, ‘લગ્ન સમયે મારે મારા જીવનના સૌથી વિચિત્ર તબક્કામાંથી પસાર થવું પડ્યું હતું. હું સમજી નહોતી શકતી કે લોકો મને કેવી રીતે જજ કરશે? મેં ખોટા લોકો પર વિશ્વાસ કર્યો. ઘણા લોકોએ મારો વિશ્વાસ તોડ્યો.

અભિનેત્રીએ આગળ કહ્યું, ‘મારી અને ફહાદની વચ્ચે ઉંમરમાં ઘણો તફાવત છે. મને લગ્ન સમયે ડર હતો કે આ શક્ય નથી અને કદાચ વધુ પડતું હશે. તે મારા માટે એકદમ આઘાતજનક હતું. પછી મને સમજાયું કે હું ખૂબ જ નિખાલસ વ્યક્તિ છું અને મે બસ એ જ ફિલ કર્યું જે તે સમયે હું ફહાદ માટે ફિલ કરી રહી હતી. ‘

સેકસ એકમાત્ર કોમન બાબત
આ દરમિયાન સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદે જણાવ્યું હતું કે તેમના લગ્ન સમયે તેમણે જાતિ, ધર્મ, ગામ, શહેરની સાથે વર્ગોને લઈને આવેલ અનેક અડચણો પાર કરી. ત્યારબાદ તેમના સ્વરા સાથે લગ્ન થઈ શક્યા. ફહાદે કહ્યું, ‘સ્વરા અને મારી વચ્ચે માત્ર એક જ વસ્તુ કોમન હતી અને તે હતું સેક્સ પ્રત્યે તેનો ઝુકાવ. અમને બંનેને સેક્સ ગમે છે અને મને લાગે છે કે અમે એકદમ ખુલ્લા છીએ. આ જ વાત અમને બંનેને લગ્ન સુધી લઈ આવી.’

ફહાદ અહેમદે વધુમાં કહ્યું, ‘હું જાણું છું કે અમારો સંબંધ ગામ અને શહેર વચ્ચેના અંતર જેવો રહ્યો છે. હું એક નાનકડા ગામમાંથી આવું છું જે બરેલી શહેરનો જિલ્લો પણ નથી. હું પસમાંદા મુસ્લિમ છું, જ્યારે સ્વરા ભાસ્કર બ્રાહ્મણ છે.