April 10, 2025

ચીખલીની સરકારી હોસ્પિટલમાંથી રૂ.1.8 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા

ભરૂચ: ચીખલીની સરકારી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. સરકારી હોસ્પિટલમાં રૂ.1 કરોડ 8 લાખના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા. મહેસાણા આરોગ્ય વિભાગના અધિકારી હરેશ પટેલની આગેવાનીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગર આરોગ્ય વિભાગની 1 ટીમ છેલ્લા 5 દિવસથી તપાસ કરી રહી હતી.

સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ફરજ બજાવતા સતીશ છનાભાઈ ભોયે દસ વર્ષથી આઉટસોર્સિંગ કર્મચારી તરીકે હિસાબી શાખામાં ફરજ બજાવે છે. અગાઉની તપાસમાં 22 લાખ જેટલા શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા હતા. સતીશ ભોયે ઉપરાંત આ સમગ્ર શંકાસ્પદ વહેવારોમાં બીજા કેટલા અધિકારીઓ સામેલ છે તે અંગેની તપાસ હાલ શરૂ છે.