સૂર્યકુમાર IND vs BAN T20I શ્રેણી સુધી ફિટ નહીં હોય તો આ ખેલાડીઓને સોંપાશે જવાબદારી
IND vs BAN T20I: ટીમ ઈન્ડિયાના ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ઈજાગ્રસ્ત થયા છે. સૂર્યકુમાર બુચી બાબુ ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં એક મેચ દરમિયાન સૂર્યા ઈજાગ્રસ્ત થયો હતો, જેના પછી તેને મેદાન છોડવાનો વારો આવ્યો હતો. ત્યારે હવે એ સવાલ થાય છે કે સૂર્યકુમાર યાદવ IND vs BAN T20I શ્રેણી સુધી ફિટ નહીં હોય તો? જો સૂર્યકુમાર યાદવ IND vs BAN T20I શ્રેણી સુધી ફિટ નહીં હોય તો આ ત્રણ ખેલાડીઓેમાંથી એકને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે.
રિષભ પંત
ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેનરિષભ પંત ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી T20I શ્રેણીમાં સૂર્યકુમાર યાદવની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરી શકે છે. જો યાદવ ટી-20 સિરીઝ સુધી ફિટ નહીં હોય તો પંતને જવાબદારી સોંપવામાં આવી શકે છે. રિષભ પંતને કપ્તાનીનો અનુભવ છે. IPLમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરે છે. 2022માં પાંચ વખત ભારતીય T20I ટીમની કેપ્ટનશીપ કરી હતી.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે નહીં? આખરી નિર્ણય PM મોદીના હાથમાં
હાર્દિક પંડ્યા
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ભારતીય T20I ટીમના કેપ્ટન બનાવવામાં આવી શકે છે. T20 વર્લ્ડ કપ 2024 બાદ રોહિત શર્માએ T20Iને અલવિદા કહી દીધું હતું. જે પછી બધાને આશા હતી કે હાર્દિકને કપ્તાન બનાવવામાં આવી શકે છે. પરંતુ તેમને ટીમની કમાન સોંપવામાં આવી ના હતી. આ નિર્ણયે તમામ ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા.સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
શુભમન ગિલ
શુભમન ગિલ પણ ભારતના T20 ઈન્ટરનેશનલ કેપ્ટન બનવા માટે મજબૂત ઉમેદવાર ગણવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ તેણે શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. શુભમનની કપ્તાની હેઠળ, ભારતે ઝિમ્બાબ્વે સામે T20I શ્રેણી 4-1થી જીતી હતી. જો હવે સૂર્યકુમાર યાદવ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી T20 શ્રેણી માટે ફિટ નહીં થાય તો આ ત્રણ ખેલાડીઓમાંથી એકને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે.