વધારે ભાવ લેતા મુસાફરે કર્યો વિરોધ તો… BJP ધારાસભ્યના હોટલ સંચાલકોએ કરી છૂટા હાથની મારામારી!

Surendranagar: સુરેન્દ્રનગરમાં લીંબડીના નેશનલ હાઈવે પર બીજેપીના ધારાસભ્યની હોટલ પર દાદાગીરીની વીડિયો વાયરલ થયો છે. હોટલ પર મુસાફરો પાસેથી મેન્યુમાં લખેલી કિંમત કરતા વધુ રૂપિયા પડવાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે બાદ મારામારી પણ થઈ છે.

મળતી માહિતી અનુસાર લીંબડીના નેશનલ હાઈવે પર બીજેપીના ધારાસભ્યની હોટેલ પર મારામારીનો વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. મુસાફરો દ્વારા સંચાલકો પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પ્રિન્ટ પર લખેલા ભાવ લેવાનું કહેવામાં આવતા બોલાચાલી થઈ હતી. જે બાદ હોટલના સંચાલકો અને તેમના માણસો દ્વારા માર મારવામાં આવ્યો હતો. વધુમાં મુસાફરોએ જણાવ્યું હતું કે, સંચાલકો દ્વારા હોટલના પાછળ ફાર્મ હાઉસમાં લઈ જઈ માર માર્યો હતો. જોકે, મુસાફરે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે.

આ પણ વાંચો: લો બોલો… આશા વર્કર 2 વર્ષથી ગેરહાજર, છતાં પણ ચૂકવવામાં આવી રહ્યો છે પગાર