યુવાનની રામનવમીની અનોખી ઉજવણી, રામલલ્લા જેવી જ 1100 મૂર્તિઓનું વિતરણ કરશે

રામલલ્લાની 1100 જેટલી મૂર્તિઓનું વિતરણ કરવામાં આવશે.
વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ સમગ્ર દેશમાં રામ મંદિરની ઉજવણીની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. ઘણાં વર્ષો બાદ અયોધ્યામાં રામલલ્લા નીજમંદિરે પરત ફર્યા છે. ત્યારે અયોધ્યા સહિત સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો છે.
રામનવમીની ઉજવણીના પ્રસંગે સુરેન્દ્રનગર શહેરમાં દુલાલ આણંદજી મકાસણા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ચંદ્રેશભાઇ પટેલ જેવો હર ઘર રામજીની સ્થાપના માટે અયોધ્યામાં બિરાજતા રામલલ્લા જેવી જ આબેહૂબ 1100 મૂર્તિઓ બનાવડાવી છે. જેનું રામ નવમીના દિવસે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. ત્યારે આ દરેક મૂર્તિ નવ ઇંચની ઊંચાઈ ધરાવે છે.
લોકોના ઘરે ઘરે રામલલ્લા બિરાજમાન થાય તેવી આશા સાથે તેમને આ વિચાર આવ્યો હતો. આથી તેમણે 1100 મૂર્તિ બનાવડાવી અને રામનવમીના દિવસે ઘરે ઘરે આનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ મૂર્તિ અનબ્રેકેબલ અને 500 વર્ષ સુધી આ મૂર્તિને કંઈ નહીં થાય તેવું તેઓએ જણાવ્યું હતું.