April 1, 2025

ચુડા તાલુકામાં બિસ્માર રસ્તાથી ગ્રામજનો પરેશાન, તાત્કાલિક બનાવવાની માગ

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ ચુડા તાલુકાના ખાંડિયા, વનાળા, છનાળા, કંથારીયા સહિતના ચારથી પાંચ ગામના રસ્તા અતિબિસ્માર રસ્તા હોવાને લઈ ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. છેલ્લા 10 વર્ષથી રસ્તો બિસ્માર અને ઉબડખાબડ હોવાથી રસ્તો તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના અંતરિયાળ ગામમાં સુવિધાઓ રસ્તા સહિતની ન મળતા લોકોને હાલાકી ભોગવી રહ્યા છે. કંથારીયા, ખાંડીયા, વનાળા, છનાળા, બલાળા સહિતના ચારથી પાંચ ગામના લોકોને 22 કિલોમીટરની અંદર આ ગામો આવેલા છે. જેમાં અંતરિયાળ ગામના ગ્રામજનોને અતિબિસ્માર અને ઉબડખાબડ રસ્તાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

આ ગામની સગર્ભા મહિલાઓ વૃદ્ધોને હોસ્પિટલ લઈ જવા માટે તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બિસ્માર અને ખરાબ રસ્તાને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે છેલ્લા દસ વર્ષથી આ રસ્તાની હાલત અતિખરાબ હોવાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે તેમની માગ છે કે, તાત્કાલિક આ રસ્તો રીપેરીંગ અને નવો બનાવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

ગ્રામજનો દ્વારા અનેક વખત ધારાસભ્ય આરએમબી વિભાગને પણ રજૂઆત કરી છે. ત્યારે કોન્ટ્રાક્ટરને પણ બે વાર RMB વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. છતાં પણ રોડની કામગીરી ચાલુ ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને મિલીભગત અથવા કયા કારણસર કામગીરી ન થતી હોવાનો આક્ષેપ પણ કરી રહ્યા છે.