News Capital Reality Check:સુરેન્દ્રનગરમાં 11 ગામ વચ્ચે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ના હોવાથી દર્દીઓને હાલાકી

વિજય ભટ્ટ સુરેન્દ્રનગર, ચુડા તાલુકાના કંથારીયા ગામની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 11 ગામ વચ્ચે આવેલ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઇન્ચાર્જ ડોક્ટર લેબોરેટરી મેન નર્સ સહિતનો સ્ટાફ ન હોવાને લઈ સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
નર્સિંગ સ્ટાફ નથી
સુરેન્દ્રનગર જિલ્લામાં અંતરિયાળ ગામોમાં મેડિકલની સારવારને લઈ અલગ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેમાં જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફના અભાવે સારવાર કરવા આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કંથારીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે.
આ પણ વાંચો: News Capital Reality Check:અમરેલીમાં ખડાધાર સહિત 19 ગામ્ય મથકની હોસ્પિટલમાં એક પણ કાયમી ડોક્ટર નથી
ન્યુઝ કેપિટલ દ્વારા રિયાલિટી ચેક
આ આરોગ્ય કેન્દ્ર ખડીયા સલાળા કંથારીયા જોબાળા સોનઠા સહિત 11 ગામના લોકો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે દર્દીઓ આવે છે. ત્યારે આ ગામની ન્યુઝ કેપિટલ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા અહીંના ગ્રામજનો ઇન્ચાર્જ ડોક્ટર પૂરતો નર્સિંગ સ્ટાફ ન હોવાને લઈ હાલાકીનો સામનો કરી રહ્યા છીએ. ત્યારે સગર્ભા મહિલાઓની તપાસ માટે કોઈ મહિલા નર્સ પણ નથી. જેને લઇ મહિલાઓને ભારે અલગથી અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લાખો અને કરોડોના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે. તેમાં લેબોરેટરી સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. પરંતુ સ્ટાફ ન હોવાના કારણે હાલાકી વેઠી રહ્યા છે.