સુરત: ફ્લાઈટમાં પ્રતિબંધિત ઈ-સિગારેટ ફૂંકતો યુવક ઝડપાયો, પોલીસે કરી ધરપકડ

Surat: સુરતમાં ફરી એક વખત ફલાઇટમાં ઈ-સિગારેટ પીતા યુવક ઝડપાયો છે. દુબઈમાં હીરા કંપનીમાં નોકરી કરતા કતારગામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. દુબઈ-સુરત ફ્લાઈટમાં એરહોસ્ટેસે ઈ-સિગારેટ ફૂંકતા મુસાફરને પકડી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર દુંબઈથી સુરત આવતી ઈન્ડિગો એર લાઈન્સની ફ્લાઈટમાં પ્રતિબંધિત સિગારેટ પ્લેનમાં લઇ જવા સાથે સ્મોકિંગ કરવાની કરતૂત સામે આવી છે. ફ્લાઈટમાં બેસીની યુવક ઈ-સિગારેટ પી રહ્યો હતો. જેથી ડુમસ પોલીસ દ્વારા રાજેશ પરમારની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, કતારગામના રાજેશ પરમારની પ્રતિબંધિત સિગારેટ પ્લેનમાં લઈ જવા સાથે ચાલુ પ્લેનમાં સ્મોકિંગ કરવાના ગુનામાં ધરપકડ કરાઈ છે. આ સિવાય આરોપી પાસેથી ત્રણ દારૂની બોટલો પણ મળી આવી હતી.
આ પણ વાંચો: યુવકને વિદેશ જવાની ઘેલછા પડી મોંઘી, 95 લાખ રૂપિયા ગુમાવ્યા પડ્યા