November 16, 2024

સુરતમાં હિંદુ વિરોધી ટ્યુશન ક્લાસ ચાલતું હોવાના પેમ્ફલેટ વાયરલ, જાણો સમગ્ર વિવાદ

સુરતઃ સુરતમાં હિંદુ વિરોધી ટ્યુશન ક્લાસ ચાલતું હોવાના પેમ્પલેટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસ નામથી આ પેમ્પલેટ વાયરલ થયા હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટ્યુશન ક્લાસિસના સંચાલક રહીશ, મુસ્તાક, અસલમ, નમોહસીન અને શાહિદ છે. આ ટ્યુશન ક્લાસમાં બાળકોને મુસ્લિમ વિરોધી સંગઠનો સામે ટકવાની ટ્રિક શીખવાડાઈ રહી છે.

એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ટ્યુશન ક્લાસમાં બીજેપી, RSS, બજરંગ દળ, શિવસેના જેવા સંગઠનોને જળથી ઉખાડવાની ટ્રિક પણ અહીંયા શીખવાડવામાં આવે છે. આ ઉપરાંત હિંદુ સંગઠનોથી મુસ્લિમ યુવક યુવતીઓને બચાવવાની ટ્રિક પણ અહીં આ કોચિંગમાં શીખવાડવામાં આવતી હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે.

સૌથી મોટી વાત એ છે કે, ટ્યુશન ક્લાસમાં જોઈન્ટ થનારા બાળકોને આદમ સેનામાં જોઈન્ટ થવાની તક મળશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લિંબાયત પોલીસે આ બાબતે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. કોમી એકતા જોખમાય તેવું કૃત્ય કરનારી સમયે બદલાની ભાવનાથી આ કામ કર્યું હતું. આ કેસમાં પોલીસે સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ સુલેમાન શેખની ધરપકડ કરી છે. જમાઈ સાથે ચાલી રહેલા ઝઘડામાં સસરા દ્વારા આ પત્રિકા વાયરલ કરવામાં આવી છે.