December 19, 2024

રસ્તા વચ્ચે મહિલાને રોકતા પિયુષ ધાનાણીને ધડાધડ બે તમાચા ઝીંક્યા

Surat piyush dhanani video viral women slapping

મહિલાએ પિયુષ ધાનાણીને ધડાધડ બે તમાચા ઝીંકી નાંખ્યા હતા.

સુરતઃ વરાછા વિસ્તારમાં સમાજ સેવક પિયુષ ધાનાણીને મહિલાએ ફટકાર્યો હોવાની ઘટના સામે આવી છે. મહિલાને રોકતા મહિલાએ પિયુષ ધાનાણીને તમાચા માર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ પિયુષ ધાનાણીને અનેકવાર પ્રજાનો રોષ ભોગવવો પડ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, ચાલુ બાઇક પર મહિલા મોબાઇલ પર વાત કરી રહી હતી. ત્યારે પિયુષ ધાનાણીએ તેને રોકી હતી. ત્યારબાદ ફોન પર વાત ન કરવા સમજાવતો હતો. તે દરમિયાન રસ્તા પર ટોળું ભેગું થઈ ગયું હતું. ત્યારે મહિલાએ પિયુષને બે તમાચા ઝીંકી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, પિયુષ ધાનાણી રોડ સેફ્ટીના નિયમોનું ભાન કરાવી રહ્યો હતો તે દરમિયાન મહિલા અચાનક રોષે ભરાઈ ગઈ હતી અને પિયુષને બે તમાચા ઝીંકી દીધા હતા.

આ પહેલાં પણ મારામારીની ઘટના બની હતી
પિયુષ ધાનાણી સુરતનાં રસ્તાઓ પર જાતે ઊભા રહી રોંગ સાઈડ જતા વાહનોને અટકાવીને પાછા વાળતા હોય છે. તેમની આ પ્રવૃત્તિના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ છે. આ વીડિયો સુરતના વરાછાનાં ચીકૂવાડી મેઇન બ્રિજ પાસેની ઘટનાનો હોવાનું માનવામાં આવે છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેમાં જોઈ શકાય છે કે, પિયુષ ધાનાણીએ એક વાહન ચાલકની ચાવી લઈ લેતા વિવાદ વકર્યો હોવાનું અનુમાન લગાવી શકાય છે. તેમણે વાહનચાલકો સાથે ઝપાઝપી થઈ હતી. જેમાં કેટલાક લોકોએ તેઓના વાળ ખેંચ્યા હોવાનું પણ દેખાય છે અને તેમને મારીને પાડી દીધા હતા. આ સાથે તેમના ચશ્મા પણ નીકળી ગયા હતા અને આ પ્રકારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રોંગ સાઇડ ચાલવતા વાહનચાલકોને અટકાવે છે
પિયુષ ધાનાણી સોશ્યળ મીડિયા પર તેઓની કામગીરીનાં કારણે ઘણા વાયરલ થયા છે. ફેસબુક પર તેમના 1 લાખ 30 હજાર ફોલોઅર્સ છે. તેઓ સુરત શહેરમાં રોંગ સાઈડ પર જતા વાહનચાલકો વિરુદ્ધ ઝુંબેશ ચલાવે છે. પુલ પર ખોટી રીતે આવતા જતા લોકોને અટકાવે છે અને તેનાં વીડિયોઝ પણ બનાવી છે. આ પ્રવૃત્તિનો વીડિયો ઉતારીને તેઓ સોશિયલ મીડિયા પર મૂકતા હોય છે જે ઘણા વાયરલ પણ થાય છે.