October 23, 2024

માંગરોળ ગેંગરેપના ત્રીજા આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર

સુરતઃ માંગરોળના મોટા બોરસરામાં થયેલા ગેંગરેપ કેસના ત્રીજા આરોપીને કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટમાં આરોપીના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જેમાંથી કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સરકારી વકીલ તરીફથી 9 મુદ્દાના આધારે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.

આરોપીની ઓળખ, મેડિકલ એવિડન્સ, FSLના પૂરાવા, વોઇસ પેકટોગ્રાફી કરાવવી બાકી તેમજ જે વાહન ઉપયોગ થયો છે તે બાબતે પણ પૂછપરછ હોવાથી રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. સ્પેશિયલ સેસન્સ જજ વિવી પરમારની કોર્ટમાં રજૂ કર્યા હતા.

બંને પક્ષો વચ્ચે દલીલો બાદ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સરકારી વકીલે કોર્ટ સમક્ષ ધ્યાન દોર્યું હતું કે, ‘આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. રાજુ સામે અગાઉ 9 ગુનાઓ નોંધાયા છે અને આરોપી 2 ગુનામાં વોન્ટેડ હોવાનું પણ સામે આવ્યું છે. આ કેસમાં ત્રણેય આરોપીઓ સામે 20 કરતાં વધુ ગુનાઓ નોંધાયા છે.’