સુરતમાં માવના કોડવર્ડના આધારે ચાલતા નકલીનોટના વેપારનો પર્દાફાશ

અમિત રૂપાપરા, સુરતના લોચા બાદ સુરતની સોપારીનો માવો ખૂબ જ ફેમસ છે. સુરતના લોકો દેશ વિદેશમાં જાય તો પણ તેઓ માવો સાથે લઈ જવાનું ન ભૂલે. ત્યારે સુરતના સોપારીના માવના કોડવર્ડના આધારે ચાલતા નકલીનોટ વતાવવાના વેપારનો પર્દાફાશ સુરત SOG દ્વારા કરવામાં આવ્યો છે. આરોપીઓ નકલી નોટ વટાવવા જતા હોય ત્યારે માવો કોડવર્ડનો ઉપયોગ કરતા અને નકલી નોટ વટાવ્યા બાદ સેકેલો માવો કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. SOGએ 9000ની નકલી નોટ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. તેમાંથી એક આરોપી સુરેશ છેલ્લા 15 વર્ષથી નકલી નોટનો વેપાર કરતો હોવાનું સામે આવ્યુ છે અને તેની સામે અગાઉ 7 ગુના પણ નોંધાયા છે. NIA દ્વારા પણ આ સુરેશ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો નોટ સપ્લાય કરનાર મુખ્ય આરોપી પશ્ચિમ બંગાળનો હોવાનું સામે આવ્યું છે. જે 100 રૂપિયાના બદલામાં 300 રૂપિયાની નકલી ચલણી નોટ SOGના હાથે ઝડપાયેલા સુરેશ અને વિજયને આપતો હતો.
1 લાખ રૂપિયા પોલીસે કબજે કર્યા
સુરત શહેરમાં નકલી ચલની નોટ વટાવના વેપારનો પર્દાફાશ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે. SOGને બાતમી મળી હતી કે, સુરતના પુણાગામ વિસ્તારમાં અલગ અલગ પાનના ગલ્લા તેમજ શાકભાજીની લારી પર બનાવટી ચલણી નોટો વટાવી રહ્યા હોવાની બાતમી મળી હતી અને આ બાતમીના આધારે છેલ્લા 15 દિવસથી પોલીસની ટીમ વર્કઆઉટ કરી રહી હતી. ચોક્કસ ઇનપુટના આધારે સુરતના પુણાગામ વિસ્તારમાંથી SOG દ્વારા નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી 9000 રૂપિયાની નકલી ચલણી નોટો તેમજ ચલણી નોટ વટાવ્યા બાદ મેળવેલા 1 લાખ રૂપિયા પોલીસે કબજે કર્યા છે. પશ્ચિમ બંગાળના એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે.
આ નકલી નોટ ડિટેક્ટર મશીન
સુરત SOG દ્વારા પુણાગામ વિસ્તારમાંથી કેટરિંગના ધંધા સાથે જોડાયેલા 55 વર્ષીય સુરેશ ઉર્ફે ગુરુજી લાઠીદડીયા અને 27 વર્ષ પીએ વિજય ચૌહાણની ધરપકડ કરી છે. આ બંને આરોપી પાસેથી પોલીસે 500 રૂપિયાના દરની નકલી 18 500ના દરની ચલણી નોટ જપ્ત કરી છે. આરોપીઓએ નકલી નોટ વેચીને મેળવેલા 1,03,830 ઉપરાંત નકલી મને ડિટેક્ટર મશીન જપ્ત કર્યું છે. આ નકલી નોટ ડિટેક્ટર મશીન આરોપી સુરેશ દ્વારા amazon પરથી મંગાવવામાં આવ્યું હતું.
6 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો
સુરત પોલીસના હાથે ઝડપાયેલી આ નકલી નોટ એટલી ચોક્કસાઈથી બનાવવામાં આવી હતી કે ઓરીજીનલ અને નકલી નોટ વચ્ચે ભેદ પારખવો સામાન્ય વ્યક્તિ માટે ખૂબ જ અઘરું થઈ જતું હતું. ઓરીજનલ નોટની જેમ જ આ નકલી ચલણી નોટમાં થ્રેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અલગ અલગ જે સિમ્બોલ ઓરીજનલ નોટમાં લગાવવામાં આવે તે પ્રકારના સિમ્બોલ આ નકલી નોટમાં પણ લગાવવામાં આવતા હતા અને આ નકલી નોટ સુરેશ અને વિજય પશ્ચિમ બંગાળના સુકપરા ગામ ખાતે રહેતા તાહિર કાલીયા શેખ દ્વારા આપવામાં આવતી હતી. સુરેશ અને વિજય 2 લાખ રૂપિયાના બદલામાં તાહીર પાસેથી 6 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો લાવ્યા હતા.
ખાસ પ્રકારના કોર્ડવર્ડનો ઉપયોગ
આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, સુરેશ છેલ્લા 15 વર્ષથી આ નકલી નોટના વેપલા સાથે જોડાયો છે અને NIA હાથે પણ તે અગાઉ ઝડપાઈ ચૂક્યો છે. અગાઉ તેની સામે 7 ગુનાઓ પણ દાખલ થયા છે અને 6 વર્ષ સુધી જેલની સજા પણ ભોગવી ચુક્યો છે. હાલ સુરત SOG દ્વારા સુરેશ અને વિજયની ધરપકડ કરી પશ્ચિમ બંગાળના તાહીરને વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપીઓ દ્વારા આ નકલી નોટ વટાવવા માટે ખાસ પ્રકારના કોર્ડવર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો આરોપી કોઈ જગ્યા પર નકલી નોટ વટાવવા જાય તો એકબીજા સાથે ‘માવો’ શબ્દનો ઉપયોગ કરતા હતા અને નોટ વટાવી દીધા બાદ પેમેન્ટ મળી ગયા પછી એકબીજા સાથે ‘શેકેલો માવો’ જેવા કોડવર્ડનો ઉપયોગ કરતા હતા.
આ પણ વાંચો: વિધાનસભામાં કલાકારોની અવગણનાને લઈને ખજૂરભાઈનું નિવેદન
પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે
આ બંને આરોપીઓએ કઈ કઈ જગ્યા પર નકલી નોટો વટાવી છે તે બાબતે હવે SOG દ્વારા તપાસ કરવામાં આવશે અને જો કોઈ સુરતના વ્યક્તિઓને બલ્કમાં આ નકલી નોટો આપવામાં આવી હશે તો આવા લોકો સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર મામલો NIA સાથે જોડાયેલો હોવાના કારણે પોલીસ દ્વારા આ બાબતે NIAને પણ માહિતી આપવામાં આવશે.