સુરતમાં હેપ્પી એક્સલેન્સિયામાં ભીષણ આગ, ફાયરવિભાગે 49 લોકોનું રેસ્ક્યૂ કર્યું

સુરતઃ શહેરમાં હર્ષ સંઘવીના ઘરની સામે આવેલા હેપ્પી એક્સલેન્સિયાના બિલ્ડિંગમાં 9મા માળે આગ લાગી હતી. હર્ષ સંઘવી વોક કરતા હતા તે સમયે તેમને આ માહિતી મળી હતી. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ફાયરની કામગીરીની હર્ષ સંઘવીએ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, ફાયરના જવાનો ચાલુ આગે હનુમાનજી બની લોકોને બચાવવાનું કામ કરે છે. આગની લપટોની વચ્ચેથી લોકોને બચાવ્યા હતા. પહેલા 49 લોકોને ફાયરના જવાનો દ્વારા બિલ્ડિંગની બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ઘરમાં સુતેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

ચારે બાજુથી આગ ઓલવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. એક ટીમ જે જગ્યા પર આગ લાગી હતી ત્યાં સ્થળ પર આગ ઓલવવાની કામગીરી કરી રહી છે. આગ કંટ્રોલમાં આવી ગઈ છે, હવે કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.