NRIને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવતી સુરતની ગેંગ ઝડપાઇ

યોગીન દરજી, આણંદ: સુરતની ગેંગે NRIને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા કાવતરું રચ્યું હતું. તે માટે આણંદના બસ સ્ટેન્ડ પાસે બોલાવી જબરદસ્તી કારમાં બેસાડી લઈ ગયા હતા. બાદમાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. 20 લાખની છેતરપિંડી આચરી હતી.

આ મામલે આણંદ LCBએ છટકું ગોઠવી એક મહિલા સહિત 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. ચિરાગ જાદવ, હર્ષદ જાદવ, કાજલ પરબત, ભાવેશ બાંભણિયાને LCBએ પકડી પાડ્યા છે. અમદાવાદના બાપુનગર આંગડિયા પેઢીએ પૈસા લેવા આવતા પોલીસે દબોચી લીધા હતા. ગેંગના એક સભ્યએ પોલીસની ઓળખ આપી રૂ. 20 લાખ માંગ્યા હતા. પૈસા નહિ આપે તો NRI વિરુદ્ધ બળાત્કાર, એટ્રોસીટી જેવી કલમો લગાવી પોલીસ ફરિયાદની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.