વિધર્મી યુવકે કિશોરીની અન્ય યુવક સાથે સગાઈ થતા મારી નાંખવાની ધમકી આપી, પોલીસે દબોચી લીધો

Surat Crime: ઉધના વિસ્તારમાં રહેતી 17 વર્ષીષ કિશોરીને પટેલ નગરમાં રહેતો વિધર્મી યુવક અવાર નવાર સોશિયલ મીડિયા મારફતે અને ફોન પર તેની સાથે વાતચીત કરવા દબાણ કરતો હતો. કિશોરીની અન્ય યુવક સાથે સગાઈ થઈ જતાં તેના પરિવારને અને યુવકને વિધર્મીએ મારી નાંખવાની ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

સગાઈ તેમના ઓળખીતા યુવક સાથે
સુરતના ઉધના વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કિશોરી પિતાના અવસાન બાદ માતા સાથે મામાના ઘરે રહે છે. આજથી દોઢ વર્ષ પહેલાં કિશોરીના મામાને કિશોરી સોશિયલ મીડિયા અને મોબાઈલ દ્વારા ઉધના પટેલ નગરના મુસ્તફા શેખ સાથે સંપર્કમા હોવાની જાણ થઈ હતી. જેથી કિશોરીની માતાએ તેને વતન તેની દાદી પાસે મોકલી આપી હતી. દોઢ મહિના બાદ કિશોરી વતન માંથી કોઈને કહ્યા વગર પરત સુરત આવી ગઈ હતી. જે બાદ માતાએ કિશોરીની સગાઈ તેમના ઓળખીતા યુવક સાથે કરી દીધી હતી. ગઈ તારીખ 10મીના રોજ કિશોરી અને તેની માતા વતન જવા ઘરેથી નીકળ્યા હતા ત્યારે તેમની કિશોરીનો ફિયાન્સ પણ હતો. આ દરમિયાન રસ્તા પર મુસ્તફા સાથે તેમનો ભેટો થયો હતો.

આ પણ વાંચો: હવામાન વિભાગે કરી મોટી આગાહી, આગામી ચાર દિવસ રહેશે આવું વાતાવરણ

અવાર નવાર દબાણ
મુસ્તુફા કિશોરીને મને છોડી ને કેમ જાય છે. તેમ જણાવીને કિશોરીને ધમકી આપી હતી. ત્યારબાદ કિશોરી તેના ફિયાન્સ સાથે ટ્રેનમાં બેસી ગઈ ત્યારે યુવકને ધમકી આપી હતી કે ‘તુ બે લડકી સે શાદી કરેગા તો જાન સે હાય ધોના પડેગા’ કહી યુવકને ડરાવ્યો હતો. આ હકીકત કિશોરીની માતાને જણાવતા તે અડધે રસ્તે થી પરત સુરત આવી ગઈ હતી.આ મામલે કિશોરીની માતાએ હકિકત પૂછતા કિશોરીને જણાવ્યું હતું કે મુસ્તુફા તેની સાથે વાત કરવા અને સંબંધ રાખવા તેને અવાર નવાર દબાણ કરે છે.અને રોડ પર જતી હોય ત્યારે પણ તેની છેડતી કરતો આવ્યો છે. જેવી આ મામલે કિશોરીની માતાએ ઉધના પોલીસ સ્ટેશનમાં મુસ્તુફા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો નોંધ્યો હતો.