January 16, 2025

બાંગ્લાદેશી યુવકે મુંબઈની હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, પોલીસે દબોચી લીધો

સુરતઃ શહેરમાંથી બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે 14 વર્ષ પહેલા મુસીબલ નામનો બાંગ્લાદેશી ઈસમ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસણખોરી કરીને સુરતમાં રહેવા આવી ગયો હતો. ત્યારબસ અલગ અલગ સ્પામાં નોકરી કરતો હતો. તે દરમિયાન દોઢ વર્ષ પહેલા તેને મુંબઈની એક હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી. ત્યારબાદ આ યુવતી સાથે હિન્દુ વિસ્તારમાં રહેવા માટે આ ઇસમે મોબાઇલની એપ્લિકેશનની મદદથી પોતે હિન્દુ હોવાનું બોગસ આધારકાર્ડ પણ બનાવ્યું હતું. હાલ આ ઘટનાને લઈને પોલીસે આ બાંગ્લાદેશીની ધરપકડ કરી વધુ તપાસ કરી છે.

ભારતીય હોવાનો દેખાવ
બાંગ્લાદેશથી અનેક બાંગ્લાદેશીઓ પશ્ચિમ બંગાળથી ભારતમાં પ્રવેશતા હોય છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળથી ટ્રેન મારફતે સુરતમાં આવીને અલગ અલગ ધંધાઓમાં જોડાઈ જતા હોય છે. આ બાંગ્લાદેશીઓને કોઈ ઓળખી ન શકે એટલા માટે તેઓ પોતાના અલગ અલગ ડોક્યુમેન્ટો પણ બોગસ રીતે બનાવીને પોતે ભારતીય હોવાનો દેખાવ કરતા હોય છે. ત્યારે સુરત પોલીસની સતર્કતાના કારણે હિન્દુ નામ ધારણ કરીને ગેરકાયદેસર રીતે સુરતમાં રહેતા એક બાંગ્લાદેશીને પકડવામાં મોટી સફળતા SOGને મળે છે.

ડોક્યુમેન્ટ બોગસ રીતે બનાવ્યા
આ બાંગ્લાદેશીએ પોતાનું નામ હિન્દુ ધારણ કરીને એક યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. તેની સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે હિન્દુ વિસ્તારમાં ભાડાનું મકાન પણ શોધતો હતો. પરંતુ પોતે મુસ્લિમ હોવાથી તેને કોઈ મકાન ભાડે આપતું ન હતું. એટલા માટે તેને મોબાઈલ ફોનની એપ્લિકેશનની મદદથી પોતાનું નામ હિંદુ દર્શાવતા ભારતીય આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બોગસ રીતે બનાવ્યા હતા.

પોલીસને મળી બાતમી
સુરત SOGના ASI જલુભાઈને બાતમી મળી હતી કે એક મુસ્લિમ યુવક પોતાનું નામ હિન્દુ ધારણ કરીને ખોટી રીતે આધારકાર્ડ સહિતના પુરાવા બનાવીને ફરી રહ્યો છે. ત્યારે આ બાતમીના આધારે SOGની ટીમ દ્વારા સુરતના રાંદેર વિસ્તારમાંથી આરોપી મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદીપ શેખની ધરપકડ કરી છે. આરોપી સુરતના રાંદેર વિસ્તારની સ્વીકોન વીંગ્સમાં રહેતો હતો. પોલીસની પૂછપરછમાં સામે આવી છે કે આરોપી મૂળ પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના પૂર્વસ્થળી તાલુકાના નવદીપ ગામનો રહેવાસી છે. આરોપી મુસીબલ પાસેથી પોલીસે બે અલગ અલગ નામવાળા ભારતીય આધારકાર્ડ, એક પાનકાર્ડ આરસીબુક અને મોબાઈલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો: યાત્રાધામ અંબાજી મંદિરને પતંગોથી શણગારવામાં આવ્યું, પતંગ ઉપર લખ્યું જય અંબે

પોલીસે વધુ તપાસ હાથ ધરી
આરોપીની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું હતું કે છેલ્લા 14 વર્ષથી સુરતમાં રહે છે અને અલગ અલગ સ્પામાં નોકરી કરે છે. તે દરમિયાન તેની ઓળખાણ દોઢ વર્ષ પહેલા મુંબઈમાં રહેતી હિન્દુ યુવતી સાથે રહી હતી. ત્યાં યુવતી સાથે લવ મેરેજ કરવા માંગતો હતો. તેની સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે હિન્દુ વિસ્તારમાં ભાડાનું મકાન શોધતો હતો. પરંતુ યુવક મુસ્લિમ હોવાથી તેને કોઈ મકાન આપતું ન હતું. તેથી તેને પોતાના મોબાઈલ ફોનમાં જ એપ્લિકેશનની મદદથી પોતાના ખોટા નામનું બનાવટી આધારકાર્ડ બનાવ્યું હતું. આ આધાર કાર્ડની મદદથી તે છેલ્લા પાંચ મહિનાથી હિન્દુ વિસ્તારમાં રહેતો હતો. હાલ આરોપી સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.