June 30, 2024

ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે આરોપીની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ ક્રાઇમ બ્રાન્ચે ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતર રાજ્યગેંગના બે કુખ્યાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા બંને આરોપી રાજસ્થાનમાં ઓઇલ કંપનીની લાઈનમાં પંચર પાડીને ઓઇલની ચોરી કરતા હતા.

સુરત ક્રાઇમ બ્રાન્ચે ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતર રાજ્યગેંગના બે કુખ્યાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ દેશની પ્રતિષ્ઠિત I.O.C.L. કંપનીમાંથી રાજસ્થાનના અલગ-અલગ જગ્યાઓએથી પંચર કરી કરોડોની ઓઈલ ચોરીઓ કરી છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપી સંજયકુમાર નવીનચંદ્ર સોની અને રમેશ વાછાણીને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી રમેશ વાછાણી ઓઇલ વેચવાનું નેટવર્ક ચાલવતો હતો. રાજસ્થાનથી ઓઇલ ચોરી કરી છેક હૈદરાબાદ વેચવા માટે જતો હતો. આ ઉપરાંત બંને આરોપીઓએ ઓઇલ વેચીને સરકારને રૂપિયા 2.16 કરોડનું નુકસાન કર્યું હતું. જે ગુનો પણ ડિટેક્ટ કરી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ રણમાંથી 70 લાખ વર્ષ જૂનું વ્હેલનું હાડપિંજર મળ્યું, અહીં કેવી રીતે પહોંચ્યું?

સુરત ક્રાઇમ બ્રાન્ચે ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતર રાજ્યગેંગના બે કુખ્યાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ બાબતે પીઆઈ કેઆઈ મોદીએ જણાવ્યુ હતુ કે, ‘અમારી ટીમને થોડા દિવસ પહેલા એવી બાતમી મળી હતી કે, રાજસ્થાનમાં આવેલા બ્યાવરના સીમમાંથી IOCLની પાઇપલાઇન આવેલી છે. એમાં પંચર કરીને કરોડો લિટર ઓઇલની ચોરી કરતી ગેંગની માહિતી મળી હતી. આ માહિતીના આધારે ગઈકાલે આરોપી સંજયકુમાર નવીનચંદ્ર સોની અને રમેશ વાછાણી પોતાની એવી મોડેસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા હતા કે, જ્યાંથી ઓઇલની પાઇપલાઇન જતી હોય ત્યાંથી 6થી 7 ફૂટનો ખાડો ખોદીને પાઇપમાં પંચર કરીને તેમાં વાલ લગાવીને ઓઇલની ચોરી કરતા હોય છે. આ ઉપરાંત ચોરીઓ કરવા માટે તેઓ ખૂબ જ તૈયારીઓ કરતા હતા. તથા જે સમય દરમિયાન ઓઇલની ચોરીઓ કરવામાં આવતું હતું, ત્યારે પાઇપલાઇનમાં પંચર પાડતાની સાથે જ કંપનીમાં એલારામ વાગવા લાગતો હતો. તેથી કંપનીના ગાર્ડ દોડતા થઈ જતા હતા.

આ પણ વાંચોઃ લોરેન્સ બિશ્નોઈનો કથિત વીડિયો વાયરલ, સાબરમતી જેલમાંથી પાકિસ્તાન વીડિયો કોલ કર્યો

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ પકડાઈ જવાના ડરથી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલે કંપની દ્વારા રાજસ્થાનમાં આવેલા બ્યાવર જિલ્લાના સાકેતનગર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે બે આરોપીઓની આજરોજ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે આગળની તપાસ માટે રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યો છે. તે ઉપરાંત ગેંગ આંતરરાજ્ય ગેંગ છે. જેમાં પકડાયેલા આરોપી સંજયકુમાર નવીનચંદ્ર સોની વિરુદ્ધ અગાઉ મહેસાણામાં 6 જેટલાં ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે આરોપી રમેશ મેઇન સપ્લાયર છે તેના વિરુદ્ધમાં રાજસ્થાનના માઉન્ટ આબુ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત રમેશ પોતે જ ઓઇલ વેચવાનું નેટવર્ક ચલાવતો હતો. ખાસ કરીને હૈદરાબાદમાં જઈને ઓઇલ વેચવાનું નેટવર્ક ચલાવતો હતો. તથા આજ સુધી બંને આરોપીઓએ ઓઇલ વેચીને સરકારને રૂપિયા 2.16 કરોડનું નુકસાન ગયું હતું અને જે ગુનો પણ ડિટેક્ટ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે, તે સાથે જ વર્ષ 2022ના ડિસેમ્બર અને વર્ષ 2023ના જાન્યુઆરી મહિનામાં દરમિયાન રાજસ્થાનના બ્યાવરના સીમમાંથી IOCLની પાઇપલાઇનમા પંચર કરી પંદર જેટલા ટેન્કરોમાં ઓઇલ ચોરી કરવામાં આવ્યું હતું. જેમાં એક ટેન્કરમાં આશરે 24000 હજાર લીટર એટલે કુલ 3,60,000 લીટર કે જેની 1 લીટરની કિંમત રૂપિયા 60 લેખે અંદાજિત 2.16 કરોડનું ઓઇલ ચોરી કરીને આરોપી રમેશભાઈ વિરજીભાઈ વાછાણીએ વેચવા માટે હૈદરાબાદ મોકલી આપ્યો હતો. આ ઉપરાંત એક ટેન્કરને મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી જીએસટી વિભાગે પકડી પાડ્યો હતો.