USAમાં ઘાતક સિન્થેટિક ડ્રગ્સના ઉત્પાદન મામલે સુરતના વેપારીની ધરપકડ

સુરતઃ USAના ન્યૂ યોર્કમાં ઘાતક સિન્થેટિક ડ્રગ ફેન્ટાનિલના ઉત્પાદન કરવાના પ્રકરણમાં સુરતના બિઝનેસમેનની ધરપકડ કરવામાં આવી છે. ભાવેશ લાઠિયા નામના વેપારીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે.

કેમિકલને ગેરકાયદેસર રીતે મેક્સિકોના કુખ્યાત સિનાલોઆ કાર્ટેલ અને અન્ય ડ્રગ હેરફેર કરનારા જૂથોમાં મોકલવામાં આવતું હતું. ભાવેશ લાઠિયાએ સપ્લાય કરેલું ડ્રગ્સ હેરોઇન કરતાં 50 ગણું અને મોર્ફિન કરતાં 100 ગણું શક્તિશાળી છે.

મેક્સિકોના કુખ્યાત સિનાલોઆ કાર્ટેલ અને પેડલર્સને ડિલિવરી કરવામાં આવતી હતી. ત્યારે કાયદા પ્રમાણે તેમને 53 વર્ષની સજા થઈ શકે છે. ભાવેશ લાઠીયા સુરતની રેક્સટર કેમિકલ્સના સ્થાપક અને ઇથોસ કેમિકલ્સના ભૂતપૂર્વ ડિરેક્ટર છે. આ બંને કંપનીઓ ફેન્ટાનિલ રસાયણોની ગેરકાયદેસર રીતે એક્સપોર્ટ કરતી હતી.