સમાધાન કરાવવા વચ્ચે પડેલા યુવકની ક્રૂર હત્યા, ત્રણની અટકાયત
સુરતઃ શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા તિરૂપતિ બાલાજી પાસે ઘાતકી હત્યા કરવામાં આવી છે. ત્રણ મિત્રએ ચપ્પુના ઘા ઝીંકી મિત્ર ગુડ્ડુ ચૌધરીની હત્યા કરી નાંખી છે. ત્યારે હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ત્રણેય મિત્રોની અટકાયત કરી લેવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, અન્ય ઝગડામાં સમાધાન કરાવવા વચ્ચે પડતા ત્રણ મિત્રોએ ગુડ્ડુની હત્યા કરી નાંખી છે. 23 વર્ષીય મૃતક ગુડ્ડુ ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં કામ કરતો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારબાદ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. હાલ ત્રણેય આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેમની પૂછપરછ ચાલુ કરી છે.
ત્યારે આ મામલે મૃતકના ભાઈ વિજય ચૌધરીએ જણાવ્યુ છે કે, ‘બે-ત્રણ લોકો ઝઘડી રહ્યા હતા ત્યારે મારો ભાઈ સમજાવટ કરાવવા માટે ગયો હતો. ત્યારે એ ત્રણેય લોકોએ મારા ભાઈને જ ચપ્પુ મારી દીધુ હતું. એ ત્રણેય લોકો સામે કડક પગલાં લેવા જોઈએ.’