સુરતમાં APMCમાંથી ચાઇનીઝ લસણ ઝડપાયું, 2150 કિલો જથ્થો જપ્ત

સુરતઃ માર્કેટમાં ઘણી ચાઇનીઝ વસ્તુઓ મળતી હોય છે. ત્યારે હવે ચાઇનીઝ ખાદ્યપદાર્થો પણ માર્કેટમાં માઝા મૂકી રહ્યા છે. ત્યારે સુરતમાંથી ચાઇનીઝ લસણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

સુરત APMCમાંથી પ્રતિબંધિત 10 લાખની કિંમતનું લસણ જપ્ત કરવામાં આવ્યું છે. અંદાજે 2150 કિલો જેટલું પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પકડાયું છે. ખેડૂતોની આજીવિકાના રક્ષણ માટે ચાઇનીઝ લસણ ઉપર પ્રતિબંધ છે.

2014થી ચાઇનીઝ લસણના વેચાણ પર પ્રતિબંધ છે. ચાઇનીઝ લસણનું કદ નાનું, રંગ આછો સફેદ અથવા આછો પિંક કલર હોય છે. સુરત APMCએ 2150 કિલો ચાઇનીઝ લસણનો જથ્થો નાશ કર્યો છે.

ભારતીય લસણનો ભાવ સતત આસમાને રહે છે. ત્યારે ચાઇનીઝ લસણે માર્કેટમાં એન્ટ્રી મારી હતી. ઉલ્લેખનીય છે કે, ચાઇનીઝ લસણને કારણે સ્વાસ્થ્યને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી સંભાવના રહે છે.