સુરતમાં BJP મહિલા મોરચા પ્રમુખનો આપઘાત, હત્યાની આશંકા

સુરતઃ શહેરના અલથાણમાં આપઘાતનો બનાવ બન્યો છે. વોર્ડ-30ના બીજેપી મહિલા મોરચા પ્રમુખે આપઘાત કર્યો છે. બીજેપી મહિલા મોરચા પ્રમુખે ઘરે જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે.

34 વર્ષીય દીપિકાબેન પટેલના આપઘાતથી બીજેપીમાં શોક ફેલાયો છે. દીપિકા પટેલના આપઘાતનું કારણ અકબંધ છે. હાલ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મૃતક દીપિકા પટેલના સંબંધીઓએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. પરિવારના સભ્યો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમની માગ કરવામાં આવી છે. આપધાત બાદ પોલીસના બદલે સિવિલમાં સાસરિયાઓ લઈ આવ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. દીપિકા પટેલના સંબંધીઓ દ્વારા સમગ્ર મામલે તટસ્થ તપાસની માગ કરવામાં આવી છે.