Rajkot TRP Gamezone અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટની સુઓમોટો, કહ્યું – આ માનવસર્જિત ડિઝાસ્ટર…’
રાજકોટ: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જેને લઇને ગુજરાત હાઇકોર્ટે હવે સુઓમોટો દાખલ કરી હતી. આ ઘટનાને લઇને હાઇકોર્ટે નોંધ્યું હતું કે આ ‘આ માનવસર્જિત ડિઝાસ્ટર…’છે. તેમજ કોર્ટે એક જ દિવસમાં ખુલાસો કરવા આદેશ આપ્યા છે.
મળતી માહિતી અનુસાર રાજકોટ અગ્નિકાંડને લઇને સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે રાજકોટ ગેમઝોન આગ હોનારતનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. રાજકોટ ગેમઝોન દુર્ઘટના મુદે સુઓમોટો લેવા હાઈકોર્ટ બાર એસોસિયેસન દ્વારા રજુઆત કરાઈ હતી. જોકે, આ મામલે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી છે. હાઇકોર્ટે જણાવ્યું હતું કે આ માનવ સર્જિત ડિઝાસ્ટર છે. જોકે, કોર્ટે એક જ દિવસમાં આ અંગે ખુલાસો કરવા આદેશ આપ્યા છે.
આ પણ વાંચો: રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ: CM ભૂપેન્દ્ર પટેલે વહેલી સવારે લીધી ઘટનાસ્થળની મુલાકાત
આ સિવાય અમદાવાદમાં સિંધુભવન રોડ સરદાર પટેલ રિંગ રોડ અને એસ જી હાઇવે પર બનેલા ગેમીંગ ઝોન પબ્લિક સેફટી માટે ખતરા રૂપ છે. તેમજ નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા તેની હાઇકોર્ટે ન્યાયિક નોંધ લીધી છે. નોંધનીય છે કે કોર્ટે આખા મામલાનું સ્વયં સંજ્ઞાન લઈને સુઓમોટો પિટિશન દાખલ કરી છે. હાઇકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના કોર્પોરેશન પાસે ખુલાસો માંગ્યો છે.
ઉલ્લેખનીય છે કે 25 મે, 2024ના દિવસે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં મોટી આગ લાગી છે. આ આગમાં 27નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.