December 22, 2024

‘જો તે એક પગ પર પણ…’, રિષભ પંતને લઇને સુનીલ ગાવસ્કરે આપ્યું નિવેદન

ICC એ T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ICC ટૂર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લેવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ 1 થી 29 જૂન સુધી રમાશે, જેનું આયોજન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ કરશે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કઈ ટીમ હશે તેના પર સૌની નજર છે. રંતુ ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતના પ્રદર્શન પર સવાલો ઉઠી રહ્યા છે. જોકે, પૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરે ઋષભ પંતના T20 વર્લ્ડ કપમાં રમવા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ પ્રતિક્રિયા ટી20 વર્લ્ડ કપમાં પંતના રમવા પર આપી છે. દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરનું માનવું છે કે જો રિષભ પંત એક પગે પણ ફિટ છે તો તેને વર્લ્ડ કપમાં ટીમનો ભાગ બનવું જોઈએ.

‘પંત ટીમમાં હોવો જોઈએ’

સુનીલ ગાવસ્કરે પંતના વર્લ્ડ કપમાં રમવા વિશે કહ્યું, ‘હું પણ રાહુલને વિકેટકીપર તરીકે જોઉં છું, પરંતુ તે પહેલા હું એક વાત કહીશ. જો ઋષભ પંત એક પગ પર પણ ફિટ છે, તો તેણે ટીમમાં આવવું જોઈએ, કારણ કે તે દરેક ફોર્મેટમાં ગેમ ચેન્જર છે. જો હું પસંદગીકાર છું, તો હું તેનું નામ પ્રથમ મૂકીશ. જો ઋષભ પંત હાજર ન હોય અને કેએલ રાહુલ વિકેટ કિપર રહે તો સારું રહેશે. પછી તમારી પાસે તેને ઓપનર બેટ્સમેન તરીકે રમવાનો અથવા તેને મિડલ ઓર્ડરમાં 5 અથવા નંબર 6 પર ફિનિશર તરીકે સામેલ કરવાનો વિકલ્પ છે.

જીતેશ શર્મા વિશે આ વાત કહી

ટી20 વર્લ્ડ કપની ટીમ સિલેક્શન માટે ભારતીય ખેલાડીઓમાં સારી રેસ ચાલી રહી છે. તમામ 3 ખેલાડીઓ વિકેટકીપર તરીકે સારા છે. અમે જીતેશ શર્માને જોયો છે, તે ખૂબ જ સારો ફિનિશર અને સ્ટ્રાઈકર છે. તેમણે કહ્યું કે ટી-20 ફોર્મેટમાં વિકેટકીપર સામાન્ય રીતે પાછળ રહે છે, એવું બહુ ઓછું હોય છે કે તેઓ સ્ટમ્પની નજીક હોય. તેથી, ભલે તમારી પાસે વિકેટ કીપિંગમાં એટલી કુશળતા ન હોય, પરંતુ જો તમારી પાસે બેટિંગ અને ફોર્મ હોય, તો તમે ટીમમાં પાછા આવી શકો છો.

ઉલ્લેખનીય છે કે દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર અવારનવાર ક્રિકેટરનો લઇને તેમની પ્રતિક્રિયા આપતા રહે છે. આ અગાઉ પણ તેમણે રોહિત શર્મા અને વિરાટ કોહલીના T20 વર્લ્ડ કપ 2024માં રમવાના સવાલ પર મોટું નિવેદન આપ્યું છે. સુનીલ ગાવસ્કરનું માનવું છે કે ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટી20 ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની વાપસી જરૂરી છે. જો કે, સુનીલ ગાવસ્કરના મતે, બેટિંગ ક્ષમતા સિવાય, ભારતીય ટીમ વિરાટ કોહલી અને રોહિત શર્મા પાસેથી અસાધારણ ફિલ્ડિંગની અપેક્ષા રાખશે.