સુમુલ ડેરી સુરત દ્વારા દૂધના ભાવમાં વધારો કરાયો, લિટર દીઠ 2 રૂપિયાનો વધારો

સુરત: સુમુલ ડેરી સુરત દ્વારા દૂધની વેચાણ કિંમતમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. એક લિટર દીઠ 2 રૂપિયાનો વધારો કરાયો છે, જે ભાવ આવતીકાલથી લાગુ પડશે. સુરતની સુમુલ ડેરી દ્વારા સુમુલ દૂધના પાઉચના વેચાણ કિંમતમાં 5 મે 2025ના રોજથી વધારો કરવામાં આવશે.

સુમુલ ડેરી સુરત દ્વારા કેટલાક પરિબળોને ધ્યાને લેતા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં પશુઓના ઘાસચારાના ભાવ, પરિવહન ખર્ચ, પશુઓની માવજત અને તેમજ અન્ય ખર્ચમાં વધારો થવાને કારણે દૂધ ઉત્પાદકો આર્થિક બોજનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પશુપાલકો પશુપાલનના વ્યવસાયમાં ટકી રહે એ હેતુને ધ્યાને લઈ દૂધની વેચાણ કિંમતમાં ભાવ વધારો કરવામાં આવશે. સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને કિલો ફેટના ભાવમાં વધારો કરેલ છે તેથી દૂધના વેચાણ કિંમતમાં પણ વધારો થશે

સુમુલ દ્વારા નાના દૂધના પેકિંગો જેવા કે 200 ml અને 250 mlમાં કોઈપણ જાતનો ભાવ વધારો કરવામાં આવેલ નથી. તેમજ છાશના ભાવમાં પણ કોઈ વધારો કરવામાં આવેલ નથી.