કાળઝાળ ગરમીમાં ઇલેક્ટ્રિક કારનું આ રીતે રાખો ધ્યાન

Summer Care Tips: દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે આ સિઝનમાં ઇલેક્ટ્રિક વાહનોનું ધ્યાન રાખવું જરુરી છે. ત્યારે અમે તમને થોડી ટીપ્સ વિશે માહિતી આપીશું કે તમે તમારી કારનું ઉનાળામાં કેમ રાખશો.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસમાં 3000 જમા કરાવશો તો 5 વર્ષમાં કેટલા પૈસા મળશે?

ઇલેક્ટ્રિક કાર ચાર્જ કરવાની સાચી રીત
ઉનાળાની સિઝન ચાલી રહી છે. જેમાં મેન વાત તેને ચાર્જ કરવાની છે. 100% સુધી ચાર્જ થવાથી બેટરીનું જીવન ઘટી શકે છે. ઇલેક્ટ્રિક કારને ચાર્જ કરતી વખતે તેને ફાસ્ટ ચાર્જિંગનો ઉપયોગ કરો નહીં. 80થી90 ટકા ચાર્જ કરો. બેટરીને રોજ ચાર્જ ના કરો. EV બેટરીઓ અતિશય ગરમી અને અતિશય ઠંડીમાં ઝડપથી બગડી શકે છે. જ્યારે પણ શક્ય હોય ત્યારે, ખાસ કરીને ઉનાળામાં, કારને સીધા સૂર્યપ્રકાશમાં રાખવાનું ટાળો. ખૂબ જ ઠંડા કે ગરમ હવામાનમાં બેટરી ચાર્જ કરવાથી બેટરીના જીવનને નુકસાન થઈ શકે છે. દર 6-12 મહિને બેટરીની તપાસ કરો. ધૂળ અથવા પાણી ચાર્જિંગ પોર્ટને નુકસાન પહોંચાડી શકે છે, તેથી તેને સ્વચ્છ અને સૂકો રાખો.EV બેટરીનું આયુષ્ય 6-10 વર્ષ અથવા 1,50,000 – 2,00,000 કિલોમીટર સુધીનું હોઈ શકે છે, પરંતુ યોગ્ય કાળજી સાથે તે વધુ લાંબો સમય ટકી શકે છે.