પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં બે બોમ્બ વિસ્ફોટ થયા, 9 લોકોના મોત, 25 ઘાયલ

Pak Army Compound Attack: પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં મંગળવારે સાંજે એક મોટો આતંકવાદી હુમલો થયો. બે આત્મઘાતી બોમ્બરોએ વિસ્ફોટકોથી ભરેલા વાહનોને આર્મી કેન્ટોનમેન્ટના ગેટમાં ઘુસાડી દીધા હતા, જેના કારણે જોરદાર વિસ્ફોટ થયા હતા. આ પછી ઘણા આતંકવાદીઓએ અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુરક્ષા દળોએ તેમને રોક્યા અને જવાબી કાર્યવાહી શરૂ કરી. તાજેતરની માહિતી અનુસાર, જેના કારણે જોરદાર વિસ્ફોટ થયા હતા. આ હુમલામાં 9 લોકોના મોત થયા છે અને 25 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે એએફપીને જણાવ્યું, “હુમલાખોરોએ ગેટ પર વિસ્ફોટ કર્યો અને પછી છાવણીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુરક્ષા દળોએ તેમને અટકાવ્યા અને ગોળીબાર શરૂ કર્યો. જેમાં ચાર આતંકીઓના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

નોંધનીય છે કે બન્નુ જિલ્લો પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આવેલો છે અને તે અફઘાનિસ્તાનની સરહદને પણ અડીને આવેલો છે. આ વિસ્તારમાં અગાઉ પણ આતંકવાદી ગતિવિધિઓ થતી રહી છે.