December 22, 2024

‘કાશ આ અફવા હોત…’, સુહાનીના મોત પર ઝાયરા વસીમની પોસ્ટ વાયરલ

મુંબઈ: ફિલ્મ ‘દંગલ’માં આમિર ખાનની ઓનસ્ક્રીન પુત્રીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સુહાની ભટનાકરના નિધનથી સૌ કોઈ આઘાતમાં છે. તેની ઉંમર માત્ર 19 વર્ષની હતી. દરેક માટે તે માનવું મુશ્કેલ છે કે તે હવે આ દુનિયામાં નથી. આ જ ફિલ્મમાં તેની સાથે કામ કરનાર અભિનેત્રી ઝાયરા વસીમ પણ આઘાતમાં છે. તે હજી પણ કહી રહી છે કે તે ઈચ્છે છે કે આ માત્ર એક અફવા હતી!

ઝાયરા વસીમે ફિલ્મ ‘દંગલ’માં નાની ગીતા ફોગટની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં સુહાની ભટનાગરે નાની બબીતા ​​ફોગટની ભૂમિકા ભજવી હતી. આ બંને પાત્રોની યુવા ભૂમિકાઓ ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રાએ ભજવી હતી. આમિર ખાન આ દીકરીઓના પિતા મહાવીરના રોલમાં હતો.

 

View this post on Instagram

 

A post shared by Suhani Bhatnagar (@bhatnagarsuhani)

‘આ અફવા હોઈ શકે, જૂઠ પણ હોઈ શકે’
23 વર્ષની ઝાયરા વસીમ કહે છે, ‘મેં તેના વિશે હમણાં જ વાંચ્યું છે અને હું હજી પણ સમજી શકી નથી. હું ઇચ્છું છું કે આ એક અફવા છે, જૂઠ છે. આ સમાચાર સાંભળતાની સાથે જ મને અમારો અદ્ભુત સમય યાદ આવી ગયો. તે ખૂબ જ સરસ છોકરી હતી અને અમારી યાદો ખૂબ સારી હતી. હું કલ્પના પણ કરી શકતી નથી કે તેના માતાપિતા કઇ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by Suhani Bhatnagar (@bhatnagarsuhani)

મળતી માહિતી મુજબ, સુહાનીનું મૃત્યુ તેના આખા શરીરમાં પ્રવાહી જમા થવાને કારણે થયું હતું. થોડા સમય પહેલા સુહાનીનો અકસ્માત થયો હતો. તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. સારવાર દરમિયાન તેણે જે દવા લીધી તેની આડઅસર થઈ. ધીમે ધીમે તેના શરીરમાં પ્રવાહી એકઠું થવા લાગ્યું. તેણીને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવી હતી.