25 ફેબ્રુઆરી, 2024ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓખા-બેટ દ્વારકાને જોડતો ‘સુદર્શન સેતુ’ બ્રિજનું લોકાર્પણ કર્યું છે.આ બ્રિજ દેશનો સૌથી લાંબો કેબસ સ્ટેડ બ્રિજ છે. આ બ્રિજ ફોર લેન છે. બ્રિજની બંને બાજુ અઢી મીટરનો પેડેસ્ટ્રિયન કોરિડોર પણ બનાવ્યો છે. જેને ‘આસ્થાનો સેતુ’ નામ આપવામાં આવ્યું છે.આ બ્રિજની કુલ લંબાઈ 2.32 કિલોમીટર છે. કુલ 979 કરોડ રૂપિયાની કિંમતે તૈયાર કરવામાં આવ્યો છે.પેડેસ્ટિરયન કોરિડોરની બંને બાજુ સ્ટીલ રેલિંગ અને પ્રોજેક્ટ સ્ટ્રેચમાં સુશોભન લાઈટિંગ લાગડવામાં આવી છે.અહીં આવતા પ્રવાસીઓ માટે ઓખા તરફ 24 હજાર ચોરસ મીટરમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે બેટ દ્વારકા બાજુ મુખ્ય પાર્કિંગ 16 હજાર ચોરસ મીટર અને વીવીઆઈપી 1400 મીટર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.