January 5, 2025

સુરતની નર્મદ યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની દારૂની મહેફિલ, એક ઝડપાયો 5 ફરાર

Surat: થર્ટી ફર્સ્ટની રાતે સુરતની નર્મદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂકાંડ ઝડપાયું હોવાની ઘટના સામે આવી છે. યુનિવર્સિટીમાં 6 વિદ્યાર્થીઓની મહેફિલ ઝડપાઈ છે. જેમા 6 પૈકી 1 વિદ્યાર્થી ઝડપાયો બાકીના 5 ફરાર છે. વિદ્યાર્થીઓ પાર્ટી દરમિયાન ‘ચિયર્સ’ની બૂમો પાડી હતી. જે બાદ ‘ચિયર્સ’ની બૂમો પાડતા રજિસ્ટ્રારે રેડ કરી હતી.

મળતી માહિતી અનુસાર નર્મદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂ કાંડ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનામાં એક ઝડપાયો છે ત્યારે અન્ય પાંચ ફરાર છે. પકડાયેલા વિદ્યાર્થીની કુલસચિવે પૂછપરછ કરતાં બાકીનાનાં નામ મળ્યાં છે. ત્યાર બાદ ઝડપાયેલા વિદ્યાર્થીને પોલીસને હવાલે કરાયો હતો. જોકે, હોસ્ટેલના રૂમમાંથી દારૂ, ઈ-સિગારેટ સહિતના પેકેટ મળી આવ્યા છે. મનોજ તિવારી, નીરજ, અભિજિત, ઇન્દ્રજિત અને અન્ય બે યુવકો પાર્ટી કરી રહ્યા હતા. વોર્ડનના ગયા બાદ 4 વિદ્યાર્થી ગેટથી જતા કેમેરામાં કેદ થયા હતા.

આ પણ વાંચો: ટ્રમ્પ હોટલની બહાર બ્લાસ્ટ પર એલન મસ્કે કહ્યું – ‘આ એક આતંકવાદી હુમલો હોય શકે’

નોંધનીય છે કે, ચાર વિદ્યાર્થીઓ હોસ્ટેલના રૂમની અંદર દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જોકે, ત્રણ વિદ્યાર્થીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ભાગી છૂટેલા ત્રણ વિદ્યાર્થીમાં એક મનોજ તિવારી જેણે પહેલા માળની બાલ્કનીમાંથી કૂદકો માર્યો હતો. અન્ય બે વિદ્યાર્થીઓ પણ હતા. ચોથો વિદ્યાર્થી અભિજીત ઝડપાઈ ગયો હતો. હોસ્ટેલના પહેલા માળે આવેલી રૂમની બાલ્કનીમાંથી કૂદનાર વિદ્યાર્થી મનોજ તિવારી સસ્પેન્ડ છે. હાલ ભાગી છૂટેલા ત્રણ વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે.