December 29, 2024

કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે પડશે કરા, રાજ્યમાં કરાઈ વરસાદની આગાહી

Weather Update: ભરશિયાળે રાજ્યમાં 25 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે, પંચમહાલ, દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વરસાદ પડશે.

ગુજરાત પર હજુ એક દિવસ વરસાદની શક્યતાઓ છે. આજે પણ કેટલાક વિસ્તારોમાં માવઠું થશે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન, કરાં પણ પડી શકે છે. આ સિવાય 40થી 50 KMની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં કરા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,દાહોદ,પંચમહાલ,આણંદ,વડોદરા,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છોટાઉદેપુર,નર્મદા,તાપી,ડાંગમાં વરસાદની આગાહી કરાઈ છે.

આ પણ વાંચો: પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું બનશે સ્મારક… વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત