January 5, 2025

નિફ્ટી ઓલટાઈમ હાઈ સાથે બજારમાં તેજી

Stock Update: નિફ્ટી ફરી નવી ઊંચાઈ સાથે ખુલી છે. આ સાથે શેરમાર્કેટમાં તેજી બરકરાર રહી છે. નિફ્ટી 22,290ના લેવલ પર પહેલી વખત ખુલ્યું છે. આ સાથે આજે પણ ઓલટાઈમ હાઈ ઓપનિંગ કર્યું છે. આજના કારોબારમાં નિફ્ટી પહેલી વખત 22,297.50ના લેવલ સુધી ગયું છે. જે નિફ્ટીનું અત્યાર સુધીનું હાઈ છે. નિફ્ટી 22,300ની નજીક આવ્યા છતાં તેને પાર કરી શક્યો નથી, પરંતુ એવું લાગી રહ્યું છે કે જલ્દી જ તેને પાર કરી લેશે.

બજારની શરૂઆત
એનએસઈના નિફ્ટી 72.55 અંક એટલે કે 0.33 ટકાની ઊંચાઈની સાથે 22,290ના લેવલ પર ઓપન થયું છે. આ લેવલ ઓપનિંગ રેકોર્ડ પર રહ્યું છે. બીએસઈના સેન્સેક્સ 236.20 અંક એટલે કે 0.32 ટકાના વધારા સાથે 73,394ના લેવલ પર ખુલ્યું છે.

નિફ્ટીના શેરની હાલત
નિફ્ટીના 50માંથી 29 શેરમાં તેજી જોવા મળી હતી, જ્યારે 20 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો 1 શેરમાં નહીં ઘટાડા કે વધારા સાથે બજાર કરી રહ્યું છે. નિફ્ટીના ગેનર્સમાં ટાઈટન 2.11 ટકા અને એચડીએફસી લાઈફ 1.15 ટકાના વધારા સાથે આગળ વધી રહ્યું છે.

સેન્સેક્સ ઓલટાઈમ હાઈ
ઓપનિંગ મિનટોમાં બીએસઈના સેન્સેક્સ 73413.93 પર પહોંચ્યું હતું. તેનું ઓલટાઈમ હાઈ લેવલ 73,427નું છે. જે આજના કારોબારને જોતા લાગી રહ્યું છેકે તે પાર થઈ શકે છે.

બેંક નિફ્ટીમાં તેજી
આજે બેંક નિફ્ટીમાં બજાર ખુલતાની સાથે તુરંત જ 47,135 સુધી થયા છે. તેમાં 12માંથી 10 શેરમાં તેજી સાથે કારોબાર શરૂ થયો હતો. બેંક ઓફ બરોડા, બંધન બેંક, એચડીએફસી ફર્સ્ટ બેંક, પંજાબ નેશનલ બેંક અને એચડીએફસી બેંકના શેર બેંક નિફ્ટીમાં ટોપ ગેનર રહ્યા છે.