July 2, 2024

શેરમાર્કેટમાં ઈતિહાસનું સૌથી મોટું ગાબડું, સેન્સેક્સમાં 6 હજાર પોઈન્ટનો કડાકો

Share Market Live Update: શેરમાર્કેટના ઈતિહાસમાં સૌથી મોટું ક્રેશ આજના દિવસે જોવા મળ્યું છે. સેન્સેક્સ 6000 અને નિફ્ટી 1769 પોઈન્ટ તૂટ્યો છે. જેમ જેમ મતદાનની ગણતરી છેલ્લા તબક્કામાં પહોંચી રહી છે. તેમ તેમ શેરબજારમાં સુનામી આવી રહી છે. સેન્સેક્સ 6000 પોઈન્ટ જેટલો તૂટ્યો છે જ્યારે નિફ્ટીમાં 1769 પોઈન્ટ જેટલો ઘટાડો થયો છે.

શેરબજારમાં તેજી જોવા મળી
દેશની 543 બેઠકો પર યોજાયેલી લોકસભા ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે તેની અસર શેરબજારમાં જોવા મળી છે. મહત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી વખત સરકાર બનશે તે વાતની આગાહી થતાની સાથે જ શેરબજારમાં તેજી જોવા મળી હતી. પરંતુ આજના દિવસે તેજીની આશા હતી, પરંતુ સેન્સેક્સ 2000 પોઈન્ટ તૂટ્યો હતો.

આ પણ વાંચો: Loksabha Election: શું આજે 1984માં બનેલો રેકોર્ડ તૂટી જશે?

રોકાણકારો નજર
ભારતમાં લોકસભાની ચૂંટણી ખુબ મહત્વની છે. કારણ કે ભારતના શાસનની દિશા અને નીતિગત નિર્ણયો નક્કી કરવામાં લોકસભાની ચૂંટણી મહત્વની ભૂમિકા ભજવે છે. લોકસભાની ચૂંટણી દેશના અર્થતંત્ર પર નોંધપાત્ર અસર પડે છે. કારણ કે આ નિર્ણયોની વેપાર અને શેરબજાર પર સ્પષ્ટ અસર પડે છે. ત્યારે દેશની રાજનીતિ અને શેરબજારની કામગીરી વચ્ચેના સંબંધને સમજવું અગત્યનું તેમજ રસપ્રદ છે. જેના કારણે તમામ રોકાણકારોની નજર લોકસભાની ચૂંટમી પર હોય છે. પરિણામો પહેલાં જ રોકાણકારો રાતા પાણીએ રડ્યા જેવી સ્થિતિ જોવા મળી રહી છે.