July 4, 2024

સ્ટાઈલિશ હેલ્મેટની શોધ કરતા યુવાનો માટે છે બેસ્ટ Steelbird

દરેક વાહન ચાલકો માટે રસ્તા પર સુરક્ષા હંમેશા પ્રથમ હોય છે. જેમાં ટૂ-વ્હિલર માટે હેલ્મેટ અને ફોરવ્હિલર ચલાવતા લોકો માટે સિટ બેલ્ટ એ જરૂરી જ હોય છે. ત્યારે આજકાલના યુવાનો માટે આ સુરક્ષામાં પણ સ્ટાઈલ હોવી જરૂરી છે. ફેશનની અસર તો ત્યાં પણ જોવા મળે છે. ત્યારે આજે એવા જ એક ફેન્સી અને સ્ટાઈલિશ હેલ્મેટને લઈને અમે આવી ગયા છીએ. નવું Steelbird SA-2 Terminator 2.0 એરોડાયનેમિક ફુલ ફેસ ગ્રાફિક હેલ્મેટ તમારા માટે યોગ્ય પસંદગી બની શકે છે. આ હેલ્મેટને ખાસ કરીને યુવાનોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

સ્પોર્ટી ડિઝાઇન:

આ હેલ્મેટ એરોડાયનેમિક ડિઝાઇનમાં અને તેમાં સ્ટાઇલિશ ગ્રાફિક્સ છે. તે ફુલ-ફેસ હેલ્મેટ છે, જે રસ્તા પર બાઈકરને સંપૂર્ણ સલામતી પૂરી પાડવાનું વચન આપે છે. હેલ્મેટની પાછળની બાજુએ એક સ્પોઈલર છે. જે તેની ડિઝાઇનને સ્પોર્ટી બનાવે છે. હેલ્મેટ એરોડાયનેમિક થર્મોપ્લાસ્ટિક શેલ્સમાંથી બનાવવામાં આવે છે, તેમાં EPS અને નવીન એન્ટી-સ્ક્રેચ કોટિંગ સાથે પોલીકાર્બોનેટ (PC) વિઝર છે. આ હેલ્મેટ થર્મોપ્લાસ્ટિક શેલથી બનેલું છે.

Helmet (1)

ફિચર્સ: 

તેમાં મલ્ટિપલ એર વેન્ટ્સ આપવામાં આવ્યા છે. જેથી હેલ્મેટ પહેરતી વખતે તમને હવા મળતી રહે અને પરસેવો ન થાય. આ હેલ્મેટ BIS પ્રમાણપત્ર (IS 4151:2015)થી સજ્જ છે. આ ઉપરાંત તે હાઈ ડેંસિટી ચીક પૈડ EPS સાથે સજ્જ છે. જે તમને સલામતી આપે છે. આ હેલ્મેટનું વજન 1350 ગ્રામ છે. આ હેલ્મેટ ક્લિયર વિઝર અને એકસ્ટ્રા સ્મોક વિઝર સાથે આવે છે.

કિંમત અને ઉપલબ્ધતા:

સ્ટીલબર્ડ એસએ-2 ટર્મિનેટર 2.0 હેલ્મેટ ત્રણ સાઈઝમાં ઉપલબ્ધ છે, જેમાં M,L અને XLનો સમાવેશ થાય છે. તમે તમારી સાઈઝના પ્રમાણે મોડલ પસંદ કરી શકો છો. આ હેલ્મેટ સ્પષ્ટ વિઝર અને ઈનર સન શીલ્ડની સાથે આવે છે. સ્ટીલબર્ડ હેલ્મેટ વેબસાઇટ આ મુજબ આ હેલ્મેટની કિંમત 3,599 રૂપિયા છે.