News 360
Breaking News

ઉનાળામાં અમરેલીના જળાશયોની સ્થિતિ, 22 MLD પાણીની જરૂરિયાત સામે મળી રહ્યું છે 14 MLD પાણી

દશરથ સિંહ રાઠોડ, અમરેલી: અમરેલી જિલ્લામાં ઉનાળામાં છેલ્લે છેલ્લે પાણીની સમસ્યાઓ ઊભી થતી હોય છે. ત્યારે અમરેલી ઠેબી ડેમમાં માત્ર 29.20% પાણી છે, ત્યારે અમરેલી શહેરમાં ચારથી પાંચ દિવસે પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે શહેરમાં 22 એમએલડી પાણીની જરૂરિયાત સામે મહિ યોજનાનું 14 એમએલડી પાણી જ મળી રહ્યું છે. ત્યારે અમરેલી જિલ્લાના જળાશયની શું સ્થિતિ છે જોઈએ આ રિપોર્ટમાં…

અમરેલી જિલ્લામાં અને શહેરમાં ઉનાળા ટાણે જ પાણીની સમસ્યા થવા લાગી છે. અમરેલી શહેરને 22 એમએલડી પાણીની જરૂરિયાત સામે મહી યોજનાનું પાણી માત્ર 14 એમએલડી જ મળી રહ્યું છે. જેને પગલે પાલિકાને હવે ચાર દિવસે પાણીનું વિતરણ કરવાની ફરજ પડી રહી છે. ત્યારે અમરેલી પાલિકા દ્વારા સ્થાનિક સોર્સમાંથી પણ પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. તો અનેક છેવડાની સોસાયટીઓમાં પાણીનું વિતરણ પાંચથી છ દિવસે થતું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે અમરેલીના ઠેબી ડેમમાં માત્ર 29.20% પાણી રહ્યું છે. તેમજ સાવરકુંડલાના છેલ દેદુમલ ડેમમાં હાલ 34.44, મુંજીયાસર ડેમમાં 53.96, ખોડીયાર ડેમમાં 63.63, વડી ડેમમાં 39.08, ધાતરવડી – 1 ડેમમાં 37.78, ધાતરવડી – 2 ડેમમાં 42.64 ટકા અને રાયડી ડેમમાં 46.75 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. ત્યારે હજુ ઉનાળો બાકી છે અને પાણીની સમસ્યા વધવા લાગે તો નવાઈ નહીં.

અમરેલીના જીવાદોરી સમાન ઠેબી ડેમમાં હવે માત્ર 29.20% ટકા પાણીનો જથ્થો બચ્યો છે. ત્યારે અમરેલી નગરપાલિકા દ્વારા હાલ ઠેબી ડેમમાંથી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે, આ ઉપરાંત વરૂડી વોટર વર્કસ, પોમલીપાટ, પોણા ખાણ વગેરે સ્થાનિક સોર્સમાંથી પાણી ઉપાડી શહેરની પાણીની જરૂરિયાત પૂરી કરવામાં આવી રહી છે. ઉનાળા પહેલા પાલિકા દ્વારા શહેરમાં બે દિવસે પાણી વિતરણ કરવામાં આવતું હતું, પરંતુ હવે ચાર દિવસે પાણીનો વિતરણ થઈ રહ્યું છે.

ચોમાસા દરમિયાન અમરેલી જિલ્લાના જળાશયો છલકાયા હતા. જોકે ઉનાળાના આરંભ સાથે અમરેલી જિલ્લાના જળાશયોમાં પાણીનો જથ્થો ઘટવા લાગ્યો છે અને અમરેલી જિલ્લાના 10 જળાશયોની સ્થિતિ જોઈએ તો સાવરકુંડલાના છેલ દેદુમલ ડેમમાં હાલ 34.44, મુંજીયાસર ડેમમાં 53.96, ખોડીયાર ડેમમાં 63.63, વડી ડેમમાં 39.08, ધાતરવડી – 1 ડેમમાં 37.78, , ધાતરવડી – 2 ડેમમાં 42.64 ટકા અને રાયડી ડેમમાં 46.75 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના જળાશયોમાં માહી યોજનાનું પાણી ઠલાવવામાં આવે તેવી પણ માગ ઉઠવા પામી હતી.