માંગરોળ દુષ્કર્મ આરોપીને દોષિત જાહેર કરવા મામલે રાજ્ય ગૃહમંત્રીનું નિવેદન

Harsh Sanghavi: માંગરોળ દુષ્કર્મ આરોપીને દોષિત જાહેર કરવા મામલે રાજ્ય ગૃહમંત્રીએ નિવેદન આપ્યું છે. હર્ષ સંધવીએ કહ્યું કે નવા ભારતીય ન્યાય સંહિતા કાયદા હેઠળ ઝડપી ન્યાય મળ્યો. ભારતની ફોજદારી ન્યાય પ્રણાલી માટે એક નવો યુગ. ઘટનાના માત્ર 130 દિવસમાં બળાત્કારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઝડપી ન્યાર સુનિશ્ચિત કરવા બદલ સુરત પોલીસ અને સ્પેશિયલ POCSO કોર્ટને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો: દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્રસિંહ કશ્યપે સંગઠનની રણનીતિ બાબતે કોળી સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી
શું હતો સમગ્ર મામલો
સુરતના માંગરોળમાં ગેંગરેપની ઘટનાનો મામલે આરોપીને કોર્ટ સજા સંભળાવી છે. સાડા ચાર મહિના અગાઉ નવરાત્રિ સમયે સગીરા પર ગેંગરેપ થયો હતો. માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી હતી. કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં આપ્યો ચુકાદો આપ્યો હતો.