ગુજરાતીઓને પરત લાવવા જમ્મુ કાશ્મીર સરકાર સાથે રાજ્ય સરકાર કરી રહી છે વાતચીત: ઋષિકેશ પટેલ

Ahmedabad: જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં વાદળ ફાટવાથી તબાહી મચી જવા પામી છે. પૂરને કારણે લગભગ 100 ઘરો નાશ પામ્યા હતા અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 બંધ થઈ ગયો હતો. જેના કારણે અનેક ગુજરાતીઓ પણ ત્યાં ફસાઇ ગયા છે. ભૂસ્ખલનના પગલે ગુજરાતના બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાના અંદાજિત 50 યાત્રાળુઓ ફસાઈ ગયા છે. જેને લઈને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતીઓને પરત લાવવા રાજ્ય સરકાર દ્વારા જમ્મુ કાશ્મીર સરકાર સાથે વાતચીત કરવામાં આવી રહી છે. તેમજ CM ભુપેન્દ્ર પટેલ દ્વારા જમ્મુ કાશ્મીર સરકાર સાથે વાતચીત કરવામાં આવ્યા છે. તેમજ ગુજરાતીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને તે સ્થળના એસપી અને કલેક્ટર સાથે પણ વાત કરી છે. સાથે જ લોકોની રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: સુરત અમરોલી પોલીસે પકડી પાડ્યું 16 લાખથી વધુનું નકલી શેમ્પુ