June 27, 2024

T20 World Cupcમાંથી બહાર થતાં જ આ ખેલાડીએ કરી સંન્યાસની જાહેરાત

Sybrand Engelbrecht Retirement: T20 વર્લ્ડ કપ 2024માં નેધરલેન્ડની ટીમને શ્રીલંકા સામે 83 રનથી હાર થઈ હતી. આની સાથે જ T20 વર્લ્ડ કપ 2024માં નેધરલેન્ડની ટીમની સફર પુર્ણ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે નેધરલેન્ડ T20 વર્લ્ડ કપમાંથી બહાર થતાંની સાથે જ સ્ટાર ઓલરાઉન્ડર સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ
સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટનો જન્મ વર્ષ 1988 માં દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તેણે 35 વર્ષની ઉંમરે 2023માં નેધરલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2008ના મેન્સ અંડર-19 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા માટે તે રમ્યો હતો. સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ હંમેશા જોરદાર બેટિંગ કરતો જોવા મળ્યો હતો. ઘણી વખત ટીમ તેના દમ પર જીતી હતી. તે ટુર્નામેન્ટમાં ટીમનો ટોપ સ્કોરર પણ રહી ચૂક્યો છે.

આ પણ વાંચો: વેસ્ટ ઈન્ડિઝની ટીમનું ધમાકેદાર પ્રદર્શન, તોડ્યો 10 વર્ષ જૂનો રેકોર્ડ

કારકિર્દીમાં ઘણી મેચ રમી
સિબ્રાન્ડ એન્જેલબ્રેક્ટની લાંબી કારકિર્દી નહોતી. તમને જણાવી દઈએ કે તેણે તેની કારકિર્દીમાં 12 ODI મેચોમાં 385 રન અને 12 T20I મેચોમાં 280 રન બનાવ્યા છે. તેણે ફર્સ્ટ ક્લાસ મેચમાં કુલ 7 સદી ફટકારી છે. T20 વર્લ્ડ કપ 2024માં નેધરલેન્ડની ટીમની સફર પુર્ણ થતાની સાથે સ્ટાર ઓલરાઉન્ડર સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ વર્ષના ઘણા ખેલાડીઓ નિવૃત્તિની જાહેરાત કરી રહ્યા છે.  જોકે હાલ નેધરલેન્ડની ટીમ T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર છે.